- Kutchh
- ગુજરાત BJPના મહિલા સાંસદ પૂનમ માડમની 23 વર્ષની દીકરીનું નિધન
ગુજરાત BJPના મહિલા સાંસદ પૂનમ માડમની 23 વર્ષની દીકરીનું નિધન
સિંગાપોરમાં BJPના સાંસદના દીકરીનું અવસાન થયાના સમાચાર સામે આવ્યા છે. જામનગરના BJPના સાંસદ પૂનમ માડમની પુત્રીનું આજે નિધન થયું છે. સિંગાપોરમાં પૂનમ માડમની દીકરી શિવાનીની સારવાર ચાલી રહી હતી, તે દરમિયાન તબિયત ખરાબ થતા શિવાનીએ અંતિમ શ્વાસ લીધા હતા. પૂનમ માડમની દીકરી શિવાનીની ઉંમર ફક્ત 23 વર્ષ હતી અને એટલી નાની ઉંમરે અવસાન થતા પરિવાર અને પૂનમ માડમના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઇ હતી.

શિવાની દિવાળીના તહેવારમાં ફડાકડા ફોડતી હતી, તે સમયે ગંભીર રીતે દાઝી ગઇ હતી. ત્યાર બાદ તુરંત તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ તબિયત ગંભીર થતા તેને દિલ્હી અને પછી મુંબઇમાં પણ સારવાર માટે લઇ જવામાં આવી હતો. તો પણ કંઇ ફરક ન દેખાતા તેને સિંગાપોર વધુ સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન શિવાનીનું નિધન થયું હતું. શિવાનીની સારવાર દરમિયાન પૂનમ માડમ સિંગાપોર જ હતા અને સોમવારના રોજ શિવાનીનો અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવું કહેવાય છે.

