કાર માલિક પાસે પ્રિપેમેન્ટ ચાર્જિસની માંગણી કરવી બેંકને ભારે પડી
લોનવાળી મોટરકારને મોટો અકસ્માત થવાથી વીમા કંપનીએ કલેઈમ ટોટલ લોસના ધોરણે સેટલ કરી કલેઈમની ૨કમ રૂા. 12.60 લાખ સીધી લોન આપનાર બેંકને ચૂકવી દીધી ચૂકવી દીધા પછી પણ મોટ૨કા૨ના માલિકને નો-યુઝ સર્ટીફીકેટ આપવાના બદલે કારના માલિક પાસે લોન નિયત સમય મર્યાદા કરતા વહેલી ચૂકવાય ગઈ હોવાનું જણાવી પ્રિપેમેન્ટ ચાર્જીસની માંગણી કરવાનું બેંકને ભારે પડ્યુ છે. અને કારના માલિક પાસે વસૂલ લીધેલી પ્રિપેમેન્ટ ચાર્જીસની ૨કમ વ્યાજ તથા વળતર સહિત પરત ચૂકવવાની નોબત આવી છે.
દિપેશ દૂધવાલા (ભટાર રોડ, સૂરત) (ફરિયાદી) એ એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈ, પ્રાચી અર્પિત દેસાઈ મા૨ફત સૂરત, જીલ્લા ગ્રાહક કમિશન સમક્ષ HDFC BANK વિરૂધ્ધ કરેલી ફરિયાદની ટૂંકમાં હકીકત એવી છે કે, ફરિયાદીએ મોટરકાર ખરીદવા માટે બેંકથી લોન મેળવેલી. મોટરકારનો વીમો ICICI Lombard General Insurance Co. Ltd. થી લેવામાં આવેલો.
લોન તેમજ વીમો ચાલું હતો તે દરમ્યાન ફરિયાદીના પત્ની તેમના અન્ય ચાર મિત્રો સાથે મોટરકારમાં નવસારીથી સુરત આવતા હતા ત્યારે મોટરકાર અકસ્માતનો ભોગ બનેલ જે માટે ફરિયાદીએ જરૂરી તમામ પેપર્સ, ડોકયુમેન્ટો ICICI Lombard General Insurance Co. Ltd. ને પુરા પાડેલ અને વીમા કંપનીએ ફરિયાદીના મોટ૨કા૨ના અકસ્માતનો કલેમ ટોટલ લોસ બેઝીસ પર સેટલ કરી. ફરિયાદીના કલેઈમ પેટે મોટરકારની IDV ૨કમ રૂા. 13,57,690 ચૂકવી આપવા વીમા કંપની સંમત થયેલ અને ૨કમ ICICI Lombard General Insurance Co. Ltd. ફરિયાદીના સામાવાળા બેન્કના ખાતામાં સીધા ચૂકવી આપેલ જેથી ફરિયાદીએ પોતાના લોન એકાઉન્ટની બાકી ૨કમ વીમા કંપની ઘ્વારા ચુકવાય ગઈ હોવાથી પોતાને નો–ડ્યુઝ સર્ટીફીકેટ આપવા બેંકને વિનંતી કરેલી. પરંતુ બેંકે ફરિયાદીને ફરિયાદવાળી લોન નિયત સમય મર્યાદા કરતા પહેલા ચુકવાય ગઈ હોવાથી ફરિયાદી Pre-payment Charge 5.9 % લેખે ચુકવવા જવાબદાર હોવાનું જણાવી. Pre-payment Charge ના રૂા. 74,386 ચુકવવા ફરિયાદી પર દબાણ કરેલું અને બેંકના અયોગ્ય દબાણને વશ થઈ ફરિયાદીએ કહેવાતા Pre-payment Charge ના રૂા. 74,386 બેંકને ચુકવવા પડેલા. અને ત્યારબાદ જ સામાવાળા બેંકે નો-યુઝ સર્ટીફીકેટ ફરિયાદીને આપેલ.
જેથી ફરિયાદીએ સામાવાળાના પક્ષે સેવામાં ખામી અને અનફેર ટ્રેડ પ્રેકટીસ થઈ હોવાનું જણાવી કહેવાતા Pre- payment Charge ના બેંકે વસુલ લીધેલ રૂા. 74,386 પરત અપાવવાની દાદ માંગતી ફરિયાદ જીલ્લા ગ્રાહક કમિશન સમક્ષ કરેલી. ફરિયાદી ત૨ફે ઈશાન શ્રેયસ દેસાઈ અને પ્રાચી અર્પિત દેસાઈ એ જીલ્લા કમિશન સમક્ષ રજૂઆતો દ૨મ્યાન જણાવ્યુ હતું કે, ફરિયાદીએ પોતાની ઈચ્છાથી લોનનું Pre-payment કરેલ નથી. પરંતુ કારને અકસ્માત થવાથી તે ટોટલ લોસ થયેલ અને તેના કલેઈમની ૨કમ વીમા કંપનીએ ફરિયાદીને ચુકવવાને બદલે સીધી બેંકમાં ચાલતા ઓટો લોન ખાતમાં જમા કરાવી દીધેલ. આમ, પરિસ્થિતિ જ એવી ઉભી થયેલ કે જેને કારણે લોન તેની નીયત સમયમર્યાદા કરતાં વહેલાં ભરપાઈ થઈ ગઈ તેને લોનનું Pre-payment ગણી શકાય નહી. અને તે હકીકતમાં સામાવાળા બેંકના પક્ષે સેવામાં ખામી અને અનફેર ટ્રેડ પ્રેકટીસ થયેલ છે.
સુરત જીલ્લા ગ્રાહક કમિશન (મેઈન) ના પ્રમુખ ન્યાયધીશ પી.પી. મેખીયા તથા સભ્ય તિર્થેશભાઈ મહેતાએ ફરિયાદીની ફરિયાદ મંજૂર કરી સામાવાળા HDFC BANK એ ફરિયાદી પાસે Pre-payment Chargeના નામે વસુલ લીધેલ ૨કમ ગેરકાયદેસ૨ હોવાનું ઠરાવી રૂા. 74,386 વાર્ષિક 9% ના વ્યાજ સહિત તેમજ વળત૨ ફરિયાદીને ચુકવી આપવાનો સામાવાળા HDFC BANK અને તેના મેનેજરને હૂકમ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp