દેવાયત ખવડે જેલમાંથી બહાર આવી ડાયરો કરી ડાયલોગ માર્યો- મેં ઝૂકેગા નહીં...

PC: khabarchhe.com

લોકગાયક દેવાયત ખવડનો ભાવનગર ખાતે ડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ ડાયરાનો પ્રથમ કાર્યક્રમ હતો ત્યાં ડાયરા વચ્ચે કહ્યું હતું કે, મેં ઝૂકેગા નહીં, હકીકતમાં મારામારીના કેસમાં જેલવાસ ભોગવ્યા બાદ લોકો સમક્ષ આ વાત કહી બડાઈ હાંકી હતી. એક તરફ રાજકોટમાં મારામારી મામલે ભારે વિવાદ બાદ ફરીયાદ થઈ હતી અને અગાઉ કોર્ટમાં બેથી ત્રણ વખત જામીન માંગ્યા બાદ કોર્ટે રાજકોટમાં ના આવવાની શરતે શરતી જામીન આપ્યા છે. ત્યારે ભાવનગરના ડાયરામાં દેવાયત ખવડે આ વાત કહી હતી.

લોકગાયક દેવાયત ખવડને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડની જામીન અરજી મંજૂર કરી છે. ઘણા સમયથી જેલમાં બંધ દેવાયત ખવડને શરતી જામીન આપવામાં આવ્યા છે. 6 મહિના સુધી રાજકોટમાં ના પ્રવેશવાની શરતે આ જામીન આપવામાં આવ્યા છે. 72 દિવસના જેલવાસ બાદ ખવડ ફિલ્મી ડાયલોગના અંદાજમાં જોવા મળ્યો હતો. હકીકતમાં આ કેસની વાત કરીએ તો, રાજકોટના સર્વેશ્વર ચોક પાસે મયુરસિંહ પર ગત 7 ડિસેમ્બરના રોજ હુમલો કર્યો હતો.

આ ઝઘડો જૂની અદાવતમાં થયો હતો. દેવાયત ખવડ તરફથી આ હુમલો કરવામાં આવ્યો હતો. જેના સીસીટીવી વાયરલ થયા હતા. આ મામલે દેવાયતની ધરપકડ ના થતા પોલીસ સામે પણ અગાઉ સવાલ ઉભા થયા હતા ત્યારબાદ સમગ્ર મામલે પીએમઓ સુધી ફરીયાદ કરાઈ હતી ત્યારે આખરે દેવાયત સામેથી હાજર થતા જેલવાસ 72 દિવસનો થયો હતો. એ પછી હવે જામીન મળતા દેવાયત લોકડાયરાના કાર્યક્રમો સ્ટેજ પર કરતા જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp