- Kutchh
- કચ્છના મુંદ્રા પોર્ટમાં DRI આટલા કરોડની સોપારી ઝડપી
કચ્છના મુંદ્રા પોર્ટમાં DRI આટલા કરોડની સોપારી ઝડપી
કચ્છના મુંદ્રા પોર્ટના વેરહાઉસમાં DRIની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સોપારી સ્મગલિંગના વધુ એક ષડયંત્રનો DRIની ટીમે પર્દાફાશ કર્યો છે. મુંદ્રા પોર્ટના વેરહાઉસમાંથી DRIએ બે કરોડની સોપારી ઝડપી પાડી છે.
કચ્છમાં DRI દ્વારા ખૂબ સક્રીયતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કરવામાં આવી રહી છે. તેમાં પણ ખાસ કરીને સ્મગલિંગના કેસોમાં મોટાભાગના તમામ કેસોમાં સફળતા DRIને મળી રહી છે. ત્યારે સ્મગલિંગ બાબતે પણ ઉંડી તપાસ DRI દ્વારા અવાર નવાર કરવામાં આવતી હોય છે. ત્યારે આ મામલે પણ તપાસ દરમિયાનટ સોપારીનો મોટો જથ્થો પકડવામાં આવ્યો છે.

સ્મગલિંગના કેસમાં DRIને સફળતા પ્રાપ્ત થઈ હતી. ડ્રગ્સ બાદ આ પ્રકારે સોપારી મામલે પણ DRIની ટીમે પર્દાફાશ કર્યો છે. ત્યારે સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર મુંદ્રા પોર્ટના વેરહાઉસમાંથી DRIએ બે કરોડની સોપારી ઝડપી પાડી હતી. ત્રણ કન્ટેનરમાં ખજૂર હોવાનું ઓન પેપર કોઈને શંકા ના જાય માટે બતાવવામાં આવી સોપારીનો મોટો જથ્થો ઘુસાડવામાં આવ્યો હતો આ ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
DRI દ્વારા છેલ્લા દોઢ વર્ષથી ડ્રગ્સ મામલે પણ ઝૂંબેશ અંતર્ગત મોટો ડ્રગ્સનો જથ્થો એક પછી એક પકડી પાડવામાં આવ્યો છે. સ્મગલિંગના કેસમાં સરાહનીય કામગિરી કરવામાં આવી રહી છે.

