ચાણસ્મામાં બસ ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત, બસની સીટ કાપવી પડી

પાટણ જિલ્લાના ચાણસ્મા ગાંગેટ પાસે ચાણસ્માથી ઊંઝા જતી એક બસચાલકને ચક્કર આવતા બસ ઝાડ સાથે ટકરાઈ હતી. જેમાં ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે કંડકટર સહિત સાતમ મુસાફરોને ઈજા પહોંચતા સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પાટણ જિલ્લામાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે રવિવારે ગંગેટ-જીતોડ હાઇવે ચાણસ્માથી ઊંઝા જતી બસના ચાલકને ચક્કર આવતા બસ ઝાડ સાથે ટકરાઇ હતી. જેના કારણે બસમાં સવાર 7 મુસાફરો સહિત બસ ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માતમાં ઇજા થયેલ તમામ પેસેન્જરોને 108 મારફતે પાટણ ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા બસ ડ્રાઇવરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ચાણસ્માથી ઊંઝા લઇને જતા બસ ડ્રાઇવરેને ચક્કર આવતા બસ ઝાડ સાથે ધડાકાભેર ટકરાઇ હતી જેના કારણે બસ ડ્રાઇવર સ્ટેરીગ અને સીટ વચ્ચે ફસાઇ ગયો હતો જેના કારણે નીકળી ના શકતા બસની સીટ કાપી બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતમાં બસ ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

About The Author

Related Posts

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.