ઈકો વાનનો એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ થતા જપ્ત થઈ

PC: twitter.com

ઈકો વાનનો એમ્બ્યુલન્સ તરીકે ગેરકાયદે ઉપયોગ, વાહન જપ્ત બાતમી આધારે ભાવનગર RTOએ કરી કાર્યવાહી વાહનની ખરીદી સાથે તેનો હેતુ નિશ્ચિત હોય છે, તેમ છતા નિયમ વિરૂદ્ધ તેનો ઉપયોગ કરવા સામે તંત્ર કાર્યવાહી કરે છે, જેમાં ભાવનગરની ખાનગી હોસ્પિટલ દ્વારા ઈકોવાનનો એમ્બ્યુલન્સ તરીકે ગેરકાયદે ઉપયોગ કરવામાં આવતા આવતા વાન જપ્ત કરીને નોટિસ ફટકારી હતી.

રસ્તાઓ પર નિકળતા વાહનોમાં માલની હેરફેર, પેસેન્જ2, એમ્બ્યુલન્સ જેવા હેતુ ફિક્સ હોય છે, જેમા ભંગ કરવામાં આવે તો પેનલ્ટી સહિત દંડ આર.ટી.ઓ. તંત્ર કાર્યવાહી કરે છે, જેમાં ભાવનગરની ખાનગી સુચક હોસ્પિટલ કાળુભા રોડ પરથી ઈકો વાનનો એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાની બાતમી મળતા તંત્રએ ચેકિંગ કરતા ઈકોવાન જીજે 04 ડીએન 2059નો એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું મળી આવ્યુ હતું, જે જપ્ત કરવામાં આવી હતી. તેમજ તેને નોટિસ આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp