- Gujarat
- શ્રી વસિષ્ઠ વિદ્યાલય વિદ્યાર્થીઓનું JEE ADVANCE-2023માં ઉત્કૃષ્ઠ પરિણામ
શ્રી વસિષ્ઠ વિદ્યાલય વિદ્યાર્થીઓનું JEE ADVANCE-2023માં ઉત્કૃષ્ઠ પરિણામ
પોતાની અથાગ મહેનત વડે, મહેનત રૂપી સોનેરી ચાવી વડે પોતાના ઉજજવળ ભવિષ્યનાં દ્વાર ઉઘાડનારા શ્રી વસિષ્ઠ વિદ્યાલય, વાવનાં તેજસ્વી વિદ્યાર્થીઓએ JEE ADVANCE - 2023માં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીને સુરત જિલ્લાનું ગૌરવ વધારીને ડંકો વગાડ્યો હતો. તાજેતરમાં JEE ADVANCEનું પરિણામ જાહેર થયું. જેમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થી રાઠોડ ક્રિશ દીપકકુમારે AIR. 44 પ્રાપ્ત થયો છે.
ઉપરાંત અણઘણ ઓમને AIR. 454, કાછડીયા ઋત્વિકને AIR. 834, મૈસૂરિયા મહેકને AIR. 851, ચૌધરી ક્રિષ્નાકુમારીને AIR. 946, વેકરીયા પ્રીતને AIR. 953 અને ચૌધરી મેશ્વાકુમારીને AIR. 1000 પ્રાપ્ત થયા છે. આમ શાળાનાં સાત વિદ્યાર્થીઓએ ટોપ 1000માં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે જ્યારે 15 વિદ્યાર્થીઓએ ટોપ 2000માં સ્થાન મેળવ્યું છે. શાળામાં કુલ 46 વિદ્યાર્થીઓ JEEની તૈયારી કરતા હતા જેમાંથી 20 વિદ્યાર્થીઓએ ક્વોલિફાઇ થઈને IITમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે જે શાળા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. વસિષ્ઠ વિદ્યાલય, વાવનાં વિદ્યાર્થીઓ હંમેશા પોતાના ઉત્તમ પરીણામ વડે સુરત શહેર અને જિલ્લાને ગૌરવ અપાવતાં રહ્યાં છે.

