વાજતે-ગાજતે નિર્લિપ્ત રાયને વિદાય, આટલો પ્રેમ એક પોલીસકર્મી કેમ મળ્યો, જુઓ Video

અમરેલી જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી SP તરીકે ફરજ બજાવતા નિર્લિપ્ત રાયની ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલમાં બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના SP તરીકે IPS નિર્લિપ્ત રાની પસંદગી કરવામાં આવી છે. નિર્લિપ્ત રા ગુજરાતના IPS લોબીમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ પોણા 4 વર્ષ જેટલો સમય તેઓએ ફરજ નિભાવી છે. આજે શહેરીજનોએ તેમને સન્માન સાથે આવકારી જાજરમાન વિદાઈ આપી હતી.

આજે અમરેલી શહેરના સિનિયર સીટીઝન ગાર્ડન પાસે જાહેર જનતા દ્વારા વિદાઈ કાર્યક્રમ યોજાયો અને વાજતે ગાજતે વિદાઈ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વયંભૂ લોકો મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા અને ફૂલો ઉછાળી સન્માન સાથે વિદાઈ આપી હતી. અમરેલીના જનતા કહે છે લોકોની સુખાકારી સલામતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઐતિહાસિક બનાવનાર પ્રથમ એસપી છે જેના કારણે લોકો સેલ્ફી લેવા માટે દોડધામ કરતા હતા.

અમરેલીના એસપી નિર્લિપ્ત રાયએ પ્રથમ વખત જાહેર જનતાને સંબોધન કર્યું અને કહ્યું હતું કે, મને અમરેલીની જનતાએ વ્યાજના ધંધા કરતા લોકો અને ગેરકાયદેસર રૂપિયાની ઉઘરાણી કરતા લોકો અને મહિલાઓની સલામતી બાબતે બાતમીઓ આપી તેની માટે હું જાહેર જનતાનો આભાર માનુ છુ.

અમરેલી જિલ્લામાં કોઈ રાજકિય નેતા પ્રતિનિધિની લોકપ્રિયતા ન હતી તેવી આઇપીએસ નિર્લિપ્ત રાયની લોકપ્રિયતા જોવા મળતી હતી. જનતા અને લોકો સીધી બાતમી એસપી નિર્લિપ્ત રાયને આપતા હતા.

જેના કારણે એસપીની ટીમ દ્વારા સીધી રેડ કરાતી હતી. બાતમી દારનું નામ ગુપ્ત રહેતું હતું. જેના કારણે લોકપ્રિયતા ખૂબ વધી હતી

SP અનેક વખત રાજકીય માણસોના કાર્યકરોથી લઈ નામચીન વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી કરી ચુક્યા છે. ભલામણ માટે ફોન કરવા માટે કોઈ દિગજો હિંમત ન કરી તેવી રીતે કામ કર્યું હતું. જનતા ડરતી નહીં પણ ગુનેગારો ફફડતા હતા.

અમરેલીના ભાજપ નેતા ડૉ.ભરત કાનાબારે જણાવ્યું હતું કે, અમરેલીમાં એસપી નિર્લિપ્ત રાય લોકપ્રિય અધિકારી છે. જેમને અમરેલીની જનતાના દિલ જીત્યા છે. સજ્જન સમજુ લોકોમાંથી ડર દૂર થાય તે રીતે કામગીરી કરી આજે લોકો અભિવાદન કરવા આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.