ભેંસની આ જાતિ પાળવાથી બમ્પર નફો મળશે, મહિને 1000 લીટર દૂધ આપે છે

PC: timesnownews.com

ગામડાનું અર્થંતંત્ર ડેરી અને પશુપાલક પર વધારે નિર્ભર રહેતું હોય છે, જો તમે એવી ભેંસને લાવીને પાળો કે જે તમને બમ્પર નફો રળી આપી શકે. ભેંસોની કેટલીક જાતો એવી છે જેની દુધ આપવાની ક્ષમતા એટલી વધારે છે કે જે તમને મોટી આવક ઉભી કરી આપી શકે છે. માત્ર એટલું છે કે તમારે એ ભેંસની પુરતી કાળજી રાખવી પડે.

દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં પશુપાલન એ આવકનું સૌથી મોટું સાધન બની રહ્યું છે. ગામમાં ગાય અને ભેંસ પાલન મોટા પાયે કરવામાં આવે છે. દેશમાં ભેંસની કેટલીક એવી જાતિ પણ છે જે હજારો લીટર દુધ આપવાની ક્ષમતા ધરાવે છે. ભેંસોના ઉછેરની મદદથી ખેડૂતો સારો નફો મેળવી શકે છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ખેડૂતો ભેંસની યોગ્ય જાતિ પસંદ કરે. જો ખેડૂત આકસ્મિક રીતે ઓછું દૂધ આપતી ભેંસ ઘરે લાવે તો તેનો ધંધો બગડી શકે છે. અહીં તમને કેટલીક એવી ભેંસો વિશે માહિતી આપીશું જે તમને બમ્પર પ્રોફીટ કરાવી શકે છે.

સૌથી વધારે દુધ આપનારી ભેંસોમાં મુર્રા ભેંસનો નંબર સૌથી ઉપર આવે છે. આ ભેંસનો ઉછેર ઉત્તર ભારતના વિસ્તારમાં મોટા પાયે કરવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે મુર્રા ભેંસ દર મહિને 1,000થી વધારે લીટર દુધ આપે છે. મુર્રા ભેંસને પાળનારા ખેડુતોને તેને આપવામાં આવતા ખોરાક પર ખાસ ધ્યાન આપવા માટે કહેવામાં આવે છે.

પશુપાલકોની સૌથી પસંદગીની ભેંસોમાં સુરતી નસ્લની ભેંસ પણ સામેલ છે. જો તમે ડેરી બિઝનેસમાં  સારો નફો કમાવવા માંગતા હો તો સુરતી જાતિની ભેંસને પાળી શકો છો. આ ભેંસ પણ મહિને 600થી 1,000 લીટર દુધ આપવાની ક્ષમતા રાખે છે. તંદુરસ્તી માટે પણ આ ભેંસના દુધને ગુણકારી માનવામાં આવે છે. સુરતી ભેંસની દુધમાં ફેટ કન્ટેન્ટ 8થી 12 ટકા હોય છે.

મહેસાણા ભેંસની આ જાતિ ગુજરાતના મહેસાણા જિલ્લા અને ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં જોવા મળે છે. આ ભેંસ પણ દર મહિને 600થી 700 લીટર દુધ આપે છે. મતલબ કે એક ભેંસ તમને દિવસમાં 20થી 30 લીટર દુધ  આપે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટા પાયે ખેડુતો આ ભેંસનો ઉછેર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp