દાઉદી વ્હોરા સમાજે આ કારણે સુરતમાં 12 કૂતરાને પકડી પાડતા 6 સામે ગુનો નોંધાયો

PC: hindi.livelaw.in

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુનું સુરતમાં આગમન થયું છે અને તેઓ એક સપ્તાહ પહેલા શહેરમાં આવ્યા છે. તેમના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી દાઉદી વ્હોરા સમાજના લોકો આવી રહ્યા છે. ધર્મગુરુના આગમનને કારણે રખડતાં કુતરા ગંદકી ન કરે એટલા માટે કેટલાંક લોકોએ મોડી રાત્રે  12 જેટલાં કુતરાંઓને જાળીથી પકડીને ગાડીમાં મુકી દીધા હતા. આ વાતની એનિમલ લવર અજય બલસારાને જાણ થઇ, તેમણે એ લોકોને કુતરાં છોડી દેવા સમજાવ્યા, પરંતુ તેઓ માન્યા નહીં અને કુતરાં લઇને જતા રહ્યા હતા.

કુતરા પકડવાનું કામ પાલિકાનું છે કોઇ વ્યકિતગત લોકો કુતરાંને પકડી શકે નહીં. અજય બલસારાએ 6 લોકો સામે મહિધરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. મુર્તુઝો મોહમંદ બંગાળી અને અન્ય 5 અજાણ્યા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp