26th January selfie contest

શેત્રુંજ્ય તીર્થક્ષેત્રના પ્રશ્નો અંગે 8 સભ્યોની ઉચ્ચ સ્તરિય ટાસ્ક ફોર્સની રચના

PC: khabarchhe.com

CM ભૂપેન્દ્ર પટેલે શેત્રુંજ્ય જૈન તીર્થક્ષેત્ર પાલીતાણાના પ્રશ્નો અંગે જૈન સમાજની રજૂઆતો સંદર્ભે આઠ સભ્યોની એક ઉચ્ચ સ્તરિય ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સ જૈન સમાજની રજૂઆતો, માંગણીઓને ધ્યાને લઇને જે મુદ્દાઓનું નિરાકરણ કરવું જરૂરી છે તે બાબતે રચવામાં આવી છે.

ભાવનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટના અધ્યક્ષપણામાં રચાયેલી આ ટાસ્ક ફોર્સના અન્ય સભ્યોમાં રેન્જ આઇ.જી. ભાવનગર, ઉપરાંત ભાવનગર જિલ્લાના પોલિસ અધિક્ષક, નાયબ વન સંરક્ષક, ભૂ-સ્તર શાસ્ત્રી, જિલ્લા જમીન દફ્તર નિરિક્ષક અને પાલીતાણા નગરપાલિકાના ચીફ ઓફિસર સભ્યો તરીકે રહેશે.

ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ તરીકે સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ પાલીતાણા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp