- Gujarat
- ભાજપ પર પ્રહાર કરતા ગેનીબેનના સૂર બદલાયા, સરકારના આ કામના કર્યા વખાણ
ભાજપ પર પ્રહાર કરતા ગેનીબેનના સૂર બદલાયા, સરકારના આ કામના કર્યા વખાણ
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ સરકારની કામગિરીના વખાણ કર્યા હતા. બનાસકાંઠાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાષણ દરમિયાન નડાબેટનો સરકારે યોગ્ય વિકાસ કર્યો છે તેમ તેમણે કહ્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપ સરકારની કામગિરીની પ્રશંસા કરી હતી. બનાસકાંઠાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નડાબેટ બોર્ડરની થયેલી કામગીરીના વખાણ કર્યા હતા. આંતરરાષ્ટ્રી બોર્ડરની મુલાકાત બાદ હજારો લોકો માતાજીના દર્શન કરી શકે છે તેમ તેમણે કહ્યું હતું.

ધારાસભ્ય ગેની બેન ઠાકોરના સૂર બદલાયા હતા તેમણે એમ પણ કહ્યું હતું કે, નડાબેટનો સરકારે યોગ્ય વિકાસ કર્યો છે. ભાજપ પર પ્રહાર કરતા ગેનીબેને સરકારની આ કામગિરીના વખાણ કર્યા હતા. અહીં આવતા લોકો આ કારણે નડેશ્વરી માતાજીના મંદિરે પણ આવી રહ્યા છે.

ગુજરાત-પાકિસ્તાન બોર્ડર જોવાની તક મળી રહી છે. અહીં દેશના સૈનિકોના જુસ્સાને પણ નજીકથી માણવાનો પ્રવાસીઓને મોકો મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો નડાબેટની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં પણ તેના કારણે રોજગારીની નાની મોટી તકો ઉભી થઈ રહી છે.

