- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 11-01-2023
દિવસ: બુધવાર
મેષ: મનનું ધાર્યું થાય, ન બોલવામાં નવ ગુણ રાખીને આગળ વધવું, આરોગ્ય સારું રહે.
વૃષભ: દિવસ ચિંતામાં પસાર થાય, કાર્યક્ષેત્રમાં રુચિનો અભાવ જણાય, આરોગ્ય સાચવવું.
મિથુન: નવી તકો ઉભી થતી જણાય, ગૃહ ક્લેશથી સાવધાન રહેવું, આયોજન પૂર્વકની તકોનો ઉપયોગ કરવાથી લાભ રહે.
કર્ક: મનની ઉગ્રતા રહે, બેચેની નો અનુભવ થાય, વાદ-વિવાદથી બચવું, આરોગ્ય સાચવવું.
સિંહ: નાણા ભીડ રહે, દરેક કાર્યમાં આગળ વધતા પ્રશ્નાર્થ ચિન્હ દેખાય, વિશ્વાસ રાખી આગળ વધવું.
કન્યા: લાગણીઓ પર કાબુ રાખવો, નાણા ભીડ દૂર થાય, હળવાશની પળ માણી શકશો.
તુલા: મકાન-વાહન ખરીદવાના યોગ બને, અણધારેલી સફળતા મળે, સંતાન અંગે સાચવવું.
વૃશ્વિક: નોકરી-અભ્યાસમાં પ્રગતિની તકો ઉભી થાય, આરોગ્યની કાળજી રાખવી, વાદ-વિવાદ ટાળવો.
ધન: ધર્મ બાજુ રુચિ રાખવી, ધર્મને અનુસરવું બંને અલગ બાબત હોય સાચવીને કાર્ય કરવું, લાભ મળે.
મકર: ગૃહ ક્લેશ ન થાય તે સાચવવું, મનની ચિંતાઓનો અંત આવે, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.
કુંભ: બેચેની અને મૂંઝવણો દૂર થાય, ગૃહજીવનમાં વાદ-વિવાદ ટાળવો, લાભ રહે.
મીન: સ્વાસ્થ્યની કાળજી લેવી, પ્રવાસ ટાળવો, નાણા ભીડ રહે.

