સર્જરી બાદ CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારો

PC: khabarchhe.com

CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારાના સમાચાર છે. મંગળવારે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તેમની સર્જરી થઈ હતી. તે હાલમાં ન્યુરોસર્જનના નિરીક્ષણ હેઠળ છે.

આ પહેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત સ્થિર છે. તે જલ્દી સ્વસ્થ થવાની આશા છે.

હિન્દુજા હોસ્પિટલમાં સર્જરી બાદ અનુજ પટેલને ICUમાં રાખવામાં આવ્યા છે. હોસ્પિટલના હેલ્થ બુલેટિનમાં અનુજની સર્જરી અંગેની માહિતી આપવામાં આવી હતી. નિષ્ણાત તબીબોની ટીમ તેની સતત દેખરેખ રાખી રહી છે.

રવિવારે CMના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવતા સૌપ્રથમ અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીંથી તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઈ જવામાં આવ્યા હતા. મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં દાખલ થયા બાદ નિષ્ણાત તબીબોની ટીમ તેની સારવારમાં લાગેલી છે. રાજ્યપાલની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ અનુજ પટેલની તબિયત પૂછવા હોસ્પિટલ પહોંચ્યા છે. 1 મેના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ તેમની ખબર પૂછવા હિન્દુજા હોસ્પિટલમાં ગયા.

અમદાવાદના ખાનુપર કાર્યાલય ખાતે ગુજરાતના મુખ્યમંત્રીના દીકરા અનુજ પટેલના દીર્ઘાયુ અને નિરામય આરોગ્ય માટે વેદમાતા ગાયત્રીના મંત્ર-અનુષ્ઠાન-યજ્ઞ થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp