- Central Gujarat
- PM મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર સતત વિકાસ કરી રહી છે: કૃષિમંત્રી
PM મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર સતત વિકાસ કરી રહી છે: કૃષિમંત્રી
ગુજરાતના મંત્રી રાઘવજી પટેલ અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગર તાલુકાના ધુળસીયા ગામે રૂ. 1.22 કરોડના ખર્ચે નિર્માણ પામેલા કોઝ- વે અને ધુતારપર ગામમાં રૂ. 87.89 લાખના ખર્ચે નિર્માણ પામેલા માઈનોર બ્રિજ/ સ્લેબ ડ્રેઈનના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જામનગર તાલુકામાં આવેલા ધુળસીયા ગામમાં 'CM ગ્રામ સડક યોજના' હેઠળ 295 મીટર લંબાઈનો પાકો કોઝ- વે નિર્માણ પામ્યો છે. તેમજ ધુતારપર- સુમરી- પીઠડીયા- ખારાવેઢા- અમરાપર ગામોને જોડતા રસ્તા પર 'CM ગ્રામ સડક યોજના' હેઠળ બંને બાજુ પર 10 મીટરના 1 ગાળાના પાકા માઈનોર બ્રિજ/ સ્લેબ ડ્રેઈનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત વિકાસ કરી રહી છે. કેન્દ્ર સરકાર ગામડાંના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. 'સાથ, સેવા અને સહકાર' ના આ 3 માપદંડો સાથે જામનગરમાં અવિરત વિકાસ થઈ રહ્યો છે. પાકા બ્રિજ અને કોઝ- વેનું નિર્માણ થવાથી આજુબાજુના ગામોના લોકોને ચોમાસાની ઋતુ દરમિયાન અવર- જવર કરવામાં સમસ્યા રહેશે નહીં.

