દેશના આર્થિક વિકાસમાં ગુજરાત એન્જિનની ભૂમિકામાં છેઃ કેન્દ્રીયમંત્રી નારાયણ રાણે

ભારત સરકારે જણાવ્યું કે, ભારત સરકારના MSME મંત્રાલયના કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ આજ રોજ અમદાવાદમાં નવી ઈમારત 'MSME ટાવર'નું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એમએસએમઈની અમદાવાદ ખાતેની નવી ઈમારતના ઉદ્ઘાટન પ્રસંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ નવી ઈમારતમાં એમએસએમઈને સંબંધિત એવી જરૂરી તમામ સુવિધાઓ છે. જેનો લાભ ગુજરાતના યુવાઓ, ઉદ્યોગસાહસિકોને મળશે. રાણેએ કહ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનું સપનું જોયું છે. જેમાં એમએસએમઈનું યોગદાન મહત્વપૂર્ણ બની રહેશે.

નારાયણ રાણેએ કહ્યું હતું કે ગુજરાત દેશના આર્થિક વિકાસનું એન્જિન છે અને તેમાં ગુજરાતના એમએસએમઈની ભૂમિકા ખૂબ અગત્યની રહી છે. તેમણે કહ્યું હતું કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો (MSME) કૃષિ ક્ષેત્ર પછી દેશના અર્થતંત્રમાં દેશના 40% આઉટપુટ, દેશની 49% નિકાસ અને નિષ્ણાત રોજગારી પૂરી પાડવાની સાથે યોગદાન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અમદાવાદની મુલાકાત દરમિયાન નારાયણ રાણે કહ્યું હતું કે અગાઉ એમએસએમઈની આ નવી ઈમારત માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભૂમિપૂજન કર્યુ હતું. એ સમયે અમિત શાહને વિશ્વાસ હશે કે આ ઈમારત ઘણી જ સુવિધાજનક અને ઉપયોગી બનશે, એ વિશ્વાસ સાચો ઠર્યો છે એ આ ઈમારત નિહાળીને મને લાગ્યું છે.

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એમએસએમઈ ટાવરના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધનમાં એમએસએમઈ વિભાગને સંબોધીને કહ્યું હતું કે આ નવી ઈમારત જેટલી અંદર અને બહારથી ખૂબ જ સુંદર અને સુવિધાજનક છે એ જ સુંદરતાથી તેમાં કામ પણ થવું જરૂરી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાતના એમએસએમઈ ક્ષેત્ર પાસે અનેક સંભાવનાઓ રહેલી છે. તેમણે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે ચીનમાં એમએસએમઈ ક્ષેત્રે કેટલીક ઈન્ડસ્ટ્રીઝ એવી છે જે બંધ થઈ રહી છે. ગુજરાતના એમએસએમઈ ક્ષેત્રના લોકોએ તેનો અભ્યાસ કરીને ચીનમાં બંધ થતી ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરવા માટે પ્રયાસો કરવા જોઈએ, જેનાથી આગળના સમયમાં નિકાસ ક્ષેત્રે પણ સફળતા મળશે.

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકારના MSME મંત્રાલયની નીતિઓ અને કાર્યક્રમોની રચના અને અમલીકરણ માટે વિકાસ કમિશનર(MSME) નવી દિલ્હીની ક્ષેત્રીય કચેરી છે. ભારતના ગુજરાત રાજ્ય પ્રદેશ તેમજ દમણ, દીવ અને દાદરા નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેની મુખ્ય કચેરી અમદાવાદ ખાતે અને બે શાખાઓ રાજકોટ અને સેલવાસામાં છે.

આ નવી ઈમારત MSME ટાવર, સિમ્સ હોસ્પિટલ, સાયન્સ સિટી રોડ, સોલા, અમદાવાદ ખાતે આવેલી છે તે 7237 સ્ક્વેર મીટરનો બિલ્ટ અપ એરિયા ધરાવે છે જેમાં છ સ્તર આવેલા છે. આ ઓફિસમાં એક્સપોર્ટ ફેસિલિટેશન સેલ (EFC) અને એન્ટ્રેપ્રેનોરશિપ ફેસિલિટેશન સેન્ટર (EFC) ધરાવે છે જે આ પ્રદેશમાં MSME માંથી નિકાસને વેગ આપે છે. ઈન્ટેલેક્ચ્યુઅલ ફેસિલિટેશન સેલ MSMEને આઈપીઆરના આઈડેન્ટિફિકેશન, પ્રોટેક્શન અને મેનેજમેન્ટના બિઝનેસ ટૂલ તરીકે હેન્ડહોલ્ડ કરશે.

આ ઈમારતમાં 2 ટ્રેનિંગ હોલ છે જે નવોદિત ઉદ્યોગસાહસિકો તેમજ હાલના ઉદ્યોગસાહસિકોને સહયોગ અને તાલીમ એકસાથે આપશે. જેના માટે વિવિધ તાલીમ કાર્યક્રમો જેવા કે ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ, ઉદ્યોગસાહસિકતા તેમજ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ, મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને અન્ય કાર્યક્રમો કે જે વિવિધ MSME યોજનાઓ જેમ કે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ, લીન મેન્યુફેક્ચરિંગ કોમ્પિટિટિવનેસ સ્કીમ, ઝીરો ઈફેક્ટ સ્કીમ, પ્રોકરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ સ્કીમ, પબ્લિક પ્રોકરમેન્ટ પોલિસી વગેરેનું આયોજન કરવામાં આવશે. આ ઓફિસમાં ઓડિટોરિયમ, વીડિયો કોન્ફરન્સ રૂમ, લાયબ્રેરી, કમ્પ્યુટર લેબ અને સ્ટાર્ટઅપ સ્ટુડિયો વગેરે પણ છે.

ભારત સરકારના MSME મંત્રાલયના ISS, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, ઓ/ઓ ડેવલપમેન્ટ કમિશનર (MSME) ડી. પી. શ્રીવાસ્તવ તથા ગુજરાત સરકારનાં કમિશનર રંજીત કુમાર(IAS), ચીફ એન્જિનિયર, સીપીડબલ્યુડી રાજીવ શર્મા, ગુજરાત સ્ટેટ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશન, અમદાવાદના પ્રમુખ અતુલ કપાસી, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ હેમંત શાહ, એમએસએમઈ-ડીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર એન્ડ એચઓઓ વિકાસ ગુપ્તા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.