રક્ષક - એક શામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ મોકૂફ

PC: Khabarchhe.com

25 ફેબ્રુઆરી, 2023: રક્ષક - એક શામ ગુજરાત પોલીસ કે નામના આયોજકોને જાણકારી આપતાં ખેદ થાય છે કે અનિવાર્ય કારણોસર કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓની બહાદુરી અને સારી સેવાઓનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે રક્ષક - એક શામ ગુજરાત પોલીસ કે નામની કલ્પના કરાઇ હતી. અમે સમાજ પ્રત્યે તેમના બલિદાન અને યોગદાનને હાઇલાઇટ કરવા કાર્યક્રમ યોજવા માગતા હતાં. જોકે, અમારા કેટલાંક મહત્વપૂર્ણ મહેમાનોની અનુપસ્થિતિને કારણે અમે કાર્યક્રમને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

અમારા ટ્રસ્ટી બ્રિજ મોહન સૂદ, મહેમાનો, સ્પોન્સર્સ અને સહયોગીઓને થયેલી અગવડતા બદલ અમે માફી માગીએ છીએ. અમે કાર્યક્રમની મહત્વતાને સમજીએ છીએ અને તેના પ્રત્યેના ઉત્સાહને જોતાં ખાતરી આપીએ છીએ કે અમે આગામી સમયમાં સફળ કાર્યક્રમનું આયોજન કરવાની દિશામાં કામ કરીશું. રક્ષક - એક શામ ગુજરાત પોલીસ કે નામને વાસ્તવિક બનાવવા માટે સહયોગ અને યોગદાન આપનાર દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે આપણા પોલીસ ફોર્સની સખત મહેનત અને સમર્પણ માટે તેમનું સન્માન કરવા કટીબદ્ધ છીએ. અમે ટૂંક સમયમાં નવી તારીખ અને સમય વિશે જાણકારી આપીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp