સુરતમાં હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ નિષ્ફળ જતા મુદ્દો કોર્ટમાં, જાણો ચુકાદો

કેસની વિગત મુજબ જગદીશભાઇ રામાણી (રહે. અઠવાલાઇન્સ, સુરત)(ફરીયાદીએ Assune Clinic (ઠેકાણું-આરકેન્ટ, ધોડદોડ સુરત)) (સામાવાળાનં. 1) તેમજ ડો. અભિષેક પિલાની) (સામાવાળાનં. 2) વિરુધ્ધ એડવોકેટ શ્રેયસ દેસાઇ પ્રાચી દેસાઇ ઇશાન દેસાઇ મારફત સુરત જિલ્લા ગ્રાહક કમિશનમાં દાખલ કરાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ફરિયાદીએ પોતાના માથાના વાળ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે સામાવાળાનં. (1) કલીનીકની મુલાકાત લીધી હતી. સામાવાળા તરફે ફરિયાદીના માથાની પરિસ્થિતી જોઇ ચકાસીને ફરિયાદીને Full Head Hair Transplant કરી આપવામાં આપશે. તેમજ નવા ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા વાળની 25 વર્ષ માટેની ગેરેન્ટી પણ આપવામાં આવી હતી. સામાવાળા તરફે થયેલી આ પ્રકારની લોભામણી વાર્તાથી પ્રેરાયને ફરિયાદી સામાવાળાની હેરની ટ્રાન્સપ્લાન્ટની સેવા મેળવવાનું નકકી કર્યું હતું અને તે માટે સામાવાળાના માગ્યા મુજબની રૂ.1,50,000 ફી એડવાન્સમાં ચુકવી દીધી હતી. પરંતુ ત્યારબાદ ફરિયાદી સામાવાળાના કલીનીકમાં હેર ટ્રાન્સપ્લાન્ટ માટે 10 વાર ગયા હતા. પરંતુ 10 સીટીંગ પછી પણ ફરિયાદીને માથે Full Head Hair Transplant થઇ શકયું ન હતું. માંડ 10 ટકાથી 20 ટકા જેટલું જ હેર ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું હતું ફરિયાદીને ત્યારબાદ સુરત કલીનીકમાંથી મુંબઇ ક્લીનીક પર પણ મોકલવામાં આવ્યા હતા.

પરંતુ પરિસ્થિતિ સુધરી ન હતી. જેથી સામાવાળા દ્વારા છેલ્લે ફરિયાદીને પેચ લગાડવાની સલાહ અપાઇ હતી પરંતુ તેથી પણ ફરિયાદીનો હેતુ સિધ્ધ થઇ શકયો ન હતો. આમ, ધણા સીટીંગ પછી અને મુંબઇ સુધીના ધકકા ખાધા પછી હેર ટ્રાન્સપ્લાન્ટની સારવાર સંપૂર્ણ પણે નિષ્ફળ ગઇ હતી. પરંતુ સામાવાળાએ ફરિયાદીને ફીનું રીફંડ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી ફરિયાદીએ ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરવાની ફરજ પડી હતી.

ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇ, પ્રાચી દેસાઇ અને ઇશાન દેસાઇ દ્વારા રજુઆતો થઇ હતી કે ગ્રાહક સમક્ષ Full Head Hair Transplant થઇ જશે અને ટ્રાન્સપ્લાન્ટ થયેલા વાળની 25 વર્ષની ગેરન્ટી રહેશે. એ પ્રકારની લોભામણી રજૂઆતો કરીને ફરિયાદી ગ્રાહક પાસે રૂ. 1,50,000 મેળવી લીધા બાદ સામાવાળા હેર ટ્રાન્સપ્લાન્ટ કરી આપવામાં નિષ્ફળ બેદરકાર રહેલા અને તેમની સેવામાં ક્ષતિ થયેલી જેથી સામાવાળાઓ ફરિયાદીને રૂ. 1,50,000 વ્યાજ સહીત પરત ચૂકવવા જવાબદાર છે.
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મેઇન) ના પ્રમુખ ન્યાયાધીશ પી.પી. મેખિયા અને સભ્ય તીર્થેશ મહેતાએ કરેલ હુકમમાં ફરિયાદીની રૂ. 1,50,000 વાર્ષિક 9% ના વ્યાજસહિત તેમજ કાનૂની કાર્યવાહીમાં રૂ. 2,૦૦૦ સહિત ચુવી આપવાનો આદેશ આપ્યો છે.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.