હાઈકોર્ટે SMCનો લીધો ઉધડો, કમિશનરને રુબરુમાં બોલાવ્યા માફી માગવા
હાઈકોર્ટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોર્ટની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા બદલ ઉધડો લીધો હતો. કોર્પોરેશનની આ કામગિરી બદલ મ્યુનિસિપલ કમિશનરનો પણ ઉધડો લીધો હતો. આગામી સુનાવણી દરમિયાન કોર્ટમાં આવીને શાલિની અગ્રવાલને રુબરુમાં આવીને જવાબ રજૂ કરવા મામલે પણ આદેશ કરવામાં આવ્યો છે.
કોર્ટની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા બદલ હાઈકોર્ટે આકરીા શબ્દોમાં ઝાટકણી કોર્પોરેશનની કામગિરી સામે કાઢી હતી. ન્યાયિક પ્રક્રિયા પડતર હોય તેવામાં કાયદો હાથમાં લેવા મામલે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ખાનગી વ્યક્તિને ફાયદો કરાવવા માટે ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કિમમાં બદલાવ કરાતા કોર્ટે સખ્ત શબ્દોમાં આકરી ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે હસ્તક્ષેપ મામલે પ્રથમ દ્રષ્ટીએ કોર્પોરેશન ખાનગી વ્યક્તિના એજન્ટની જેમ કામ કરી રહ્યું હોવાનો અવલોકન કર્યું હતું.
સમગ્ર મામલામાં એડવોકેટ જનરલને જરુરી પગલા લેવા કોર્ટને ખાતરી આપી છે. એસએમસી કમિશનરે 6 માર્ચે બિનશરતી માફીનામાં સાથે ગુજરાત હાઈકોર્ટમાં હાજર રહેવું પડશે તેમ ફરમાન પણ કર્યું હતું.
આ દરમિયાન આ કામગિરીમાં હસ્તક્ષેપ કરવા મ્યુનિસિપલ કમિશનરે પોતે કરેલી કામગિરીનો પણ ખુલાસો કરવાનો રહેશે. જવાબદાર તમામ લોકોના સસ્પેન્શનના હુકમ સાથે આગામી મુદતે હાજર રહેવા હુકમ કરાયો છે.
ન્યાયિક પ્રક્રિયા બાકી હોય તેવા કિસ્સાઓમાં, કાયદો પૂર્ણ કરવાનો કોઈ અધિકાર નથી અને તે જ કિસ્સામાં, ગુજરાત હાઈકોર્ટે વધુ સુનાવણી આગળી તારીખોમાં મુકરર કરી જવાબ રજૂ કરવા માટે સખ્ત શબ્દોમાં કહ્યું હતું. કેસની આગામી સુનાવણી 6 માર્ચે થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp