જીવનભારતી મંડળમાં તંદુરસ્ત આહાર, તંદુરસ્ત બાળ પ્રદર્શન

PC: Khabarchhe.com

જીવનભારતી કિશોરભવન દ્વારા તારીખ 27/ 12/ 2022 મંગળવારના રોજ ધોરણ 1થી 5ના બાળકો દ્વારા તંદુરસ્ત આહાર તંદુરસ્ત બાળ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રેણી 1ના બાળકોએ ફળોની વેશભૂષાની જીવંત રજૂઆત કરી.

શ્રેણી: 2ના બાળકોએ શાકભાજીની વેશભૂષા, અભિનય ગીત વગેરે રજૂ કર્યા. શ્રેણી: 3ના બાળકોએ જંકફૂડની સમજ તેના નમૂના અને ચાર્ટ ચિત્રો દ્વારા માહિતી પૂરી પાડી. શ્રેણી:4ના બાળકોએ જંકફૂડની માનવીના સ્વાસ્થ્ય પર થતી આડઅસરોનું મોડલ તેમજ જંકફૂડનો શાળાના નાસ્તા સાથેનો તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો. શ્રેણી: 5ના બાળકોએ સમતોલ આહારની કૃતિ, નાટકો, ગીત તેમજ શાળાના નાસ્તામાંથી મળતા પોષકતત્વોની માહિતી રજૂ કરી. આ પ્રદર્શનમાં ઘણી મોટી સંખ્યામાં બાળકો તથા વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.


જીવનભારતી મંડળના મંત્રી ડૉ. કેતનભાઇ શેલતના શુભહસ્તે આ પ્રદર્શન ખૂલ્લુ મુકવામાં આવ્યું હતું. જીવનભારતી મંડળના અન્ય હોદ્દેદારો તથા વાલીશિક્ષક મંડળના સભ્યોએ પણ બાળકો અને શિક્ષકોની પ્રશંસનીય કામગીરી બિરદાવી હતી કિશોરભવનના આચાર્યા ભામિનીબેન રાવલ અને નિરીક્ષક રાજેશભાઈ પારેખ તથા સમગ્ર કિશોરભવન પરિવારના સંયુક્ત સહકારથી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જીવનભારતી મંડળ સુરત સંચાલિત શ્રીમતી કેસરબહેન પૂનમચંદ ગાંધી પ્રાથમિક વિદ્યાલય કિશોરભવન,(આચાર્ય શ્રી ચંદ્રવદન ચુનીલાલ શાહ વિદ્યાસંકુલ).

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp