અમદાવાદમાં 50 વર્ષોમાં પહેલીવાર ફેબ્રુઆરીમાં હિટવેવની આગાહી

PC: hurriyetdailynews.com

રાજ્યમાં મોટાભાગના શહેરોમાં છેલ્લા અમુક દિવસથી મહત્તમ તાપમાનમાં વધારો થયો છે, જેના કારણે લોકો ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. કેટલાક શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી જ્યારે સુરતનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું છે.

ઉપરાંત, રાજકોટમાં મહત્તમ તાપમાન 39.8 પર, સુરેન્દ્રનગરનું 39 ડિગ્રી અને અમરેલીનું મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું છે. ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવાર અને મંગળવારના રોજ બે દિવસ હિટવેવની શક્યતા છે. આ સાથે ફેબ્રુઆરીમાં પહેલીવાર ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યના કેટલાક શહેરોમાં હાલ લોકો બેવડી ઋતુનો પણ અનુભવ કરી રહ્યા છે. સવારે અને રાતે ઠંડી જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જોકે હવે, આગામી બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં આગામી બે દિવસ હિટવેવની શક્યતા છે. વિભાગે જણાવ્યું કે, અમદાવાદમાં મધ્ય અને લો લેવલ પર એન્ટિ સાયક્લોનિક સરક્યુલેશન રચાયું હતું. રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાયા છે. 24 કલાક તાપમાન યથાવત રહેશે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની સંભાવના છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડીગ્રી રહેવાના અનુમાન છે. જ્યારે ભુજ અને રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડીગ્રી રહેવાની શક્યતા છે. આ સાથે 50 વર્ષમાં પહેલીવાર ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં હિટવેવની આગાહી કરવામા આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp