ગુજરાતમાં જેવી સરકાર તમામ રાજ્યોમાં બને તો તમામને સુરક્ષિત રાજ્ય બનાવીશુઃ રૂપાલા

PC: twitter.com

અખિલ ભારતીય કુર્મી પાટીદાર સમાજનું 45મુ રાષ્ટ્રીય અધિવેશન વિસનગર સ્થિત એસ.કે.પટેલ યુનિવર્સિટી ખાતે યોજાયું હતું જેમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા તથા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ઉપરાંત સાંસદ શારદાબેન પટેલ તથા નરહરિ અમીન તેમજ પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ તેમજ મથુર સવાણી, પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયા, અ.ભા.કુ.ક્ષ. મ.રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયસિંહ નિરંજન ઉપસ્થિત રહ્યા હતા.

આ અધિવેશનમાં સમગ્ર દેશમાંથી 25 રાજ્યના કુર્મી લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિસનગરમાં નેશનલ કનવેશન અને કુર્મી બિઝનેસ સમિટ પણ યોજવામાં આવી હતી તથા સીતા સ્વયંવર પણ યોજવામાં આવ્યો હતો

કેન્દ્રીય મત્સ્ય, ડેરી અને પશુપાલન મંત્રી પરશોત્તમ રૂપાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે ગુજરાતમાં જેવી સરકાર બની છે એવી સરકાર જો સમગ્ર દેશના રાજ્યોમાં બને તો અમે દરેક રાજ્યને ગુજરાત જેવું સુરક્ષિત રાજ્ય બનાવીશું. તેમણે કહ્યું હતું કે સરદાર સાહેબે દેશને એક બનાવ્યો આપણે એમના વંશજ છીએ અને હવે નવો નારો આવ્યો છે - એક ભારત મેં શ્રેષ્ઠ ભારત જે આપણે બનાવવાનું છે.

 રૂપાલાએ એક સૂચન આપતા કહ્યું હતું કે આવું મોટું સંમેલન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ યોજવું જોઈએ, જેથી સરદાર પટેલ સાહેબની વિશાળ પ્રતિમાના સૌ દર્શન કરી શકે. આ સાથે તેમણે કુર્મી પાટીદાર સમાજના ગૌરવ માટેનો એક સ્પેશિયલ દિવસ નક્કી કરવાનું સૂચન પણ કર્યું હતું.

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું કે આપણે આપણા PM નરેન્દ્ર મોદીના આઝાદીના અમૃત કાળની ઉજવણીના સ્વપ્નને ઉજવતી વખતે આપણો સમાજ કેવો અને ક્યાં હોવો જોઈએ એ લક્ષ્ય સાથે કામ કરવું પડશે. હવે સમય બદલાયો છે.પૂરી દુનિયા હવે ભારત સામે જોઈ રહી છે ભારત 5મી આર્થિક સતા બની રહ્યું છે. એટલું જ નહીં, ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી આગળ આવવું પડશે.

આજના આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશના પાટીદારોના વિકાસ માટે ભારતભરમાં તેઓને જોડવાનું આ સુંદર પ્લેટફોર્મ બની રહેશે શિક્ષણ માટે પણ સમાજ આગળ આવી રહ્યો છે. સમગ્ર દેશના પાટીદાર સમાજ દરેક જગ્યાએ પોતાનો અવાજ અને દાયિત્વ નિભાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp