સુરત જિલ્લામાં સરકારી જમીન પર ગેરકાયદેસર મેદાનો બનાવી દેવાયા: કોંગ્રેસ નેતા

રાજ્ય સરકાર એકતરફ “રમશે ગુજરાત, ખેલશે ગુજરાત”, ખેલ મહાકુંભ, યોગા સહિતની સરકારી પ્રવૃત્તિનાં આયોજન થકી ગુજરાતના યુવાનોની પ્રતિભા બહાર આવે અને યુવાનો આગળ વધે એ માટે પ્રયત્નશીલ છે, ત્યારે બીજી તરફ સુરત જિલ્લાનાં નવ તાલુકામાં અનેક ગામોમાં સરકારી જમીનો ઉપર કોઈ પણ જાતની મંજૂરી વિના જ ક્રિકેટ ગ્રાઉન્ડ/મેદાન બનાવી દેવામાં આવેલ છે. સરકારી જમીનોની દેખરેખ કરવાની જવાબદારી મામલતદાર અને ગ્રામ પંચાયતની હોય છે, પરંતુ રમત ગમતના નામે અનેક સરકારી જમીન ઉપર તો, કેટલાક ગામોમાં સરકારી ગૌચરની જગ્યામાં ક્રિકેટના ગ્રાઉન્ડ/મેદાન બનાવી દેવામાં આવેલ છે. જે પંચાયતો એ સરકારી જમીન ઉપર દબાણ થતું અટકાવવું જોઈએ, તે પંચાયતો પણ આ બાબતે મૌન સેવી ને બેઠી છે અને આવી રીતે સરકારી જમીન ઉપર કરવામાં આવી રહેલ દબાણ સામે કોઈ કાર્યવાહી કરી રહી નથી. સુરત જિલ્લામાં દિવસે–દિવસે સરકારી જમીન ઉપર દબાણોની સંખ્યા વધતી જ જઇ રહી છે. એક બાજુ અનેક શૈક્ષણિક સંસ્થાઓ પાસે સરકારી નિયમો મુજબ મેદાનો નથી, જ્યારે બીજી બાજુ રમત ગમતના નામે સરકારી જમીન ઉપર દબાણ કરી આર્થિક લાભો લેવામાં આવી રહ્યા છે.

અગાઉના સમયમાં ક્રિકેટ મેચ રમાતી હતી ત્યારે અલગ-અલગ ગામોની ટીમો રમતી હતી અને કોઈ પણ ભાડું કે ફી વસુલ કરવામાં આવતી ન હતી. પરંતુ આજે સુરત જિલ્લાના ગામે ગામ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી બનાવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ધંધાકીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે અને એન્ટ્રી કે ગ્રાઉન્ડ ફી તરીકે હજારો રૂપિયા ફી વસુલ કરવામાં આવી રહી છે. જેનાથી ગામની સંસ્થાઓ કે ગામલોકો ને કોઈ ફાયદો થતો નથી તથા અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે આગળ આવી શકતા નથી. સરકારી જમીન પર કબજો કરી ગ્રાઉન્ડ બનાવી અમુક મળતિયાઓ પોતાના લાભ થકી આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહ્યા છે. આવી પ્રવૃત્તિ થી કોઈ સમાજ, ગામ કે તાલુકાને ફાયદો થતો નથી પરંતુ રમત ગમતની પ્રવૃત્તિ થકી યુવાનોની લાગણીઓનો ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે આખી પધ્ધતિઓ ચલાવવામાં આવી રહી છે. સમગ્ર સુરત જિલ્લામાં આવા ગેરકાયદેસર મેદાન બનાવવામાં આવેલ હોય તેની તપાસ થવી જોઈએ. તેનાથી કેટલી આવક થઈ છે તેની પણ તપાસ થવી જોઈએ અને આવી આવકો લોકહિતમાં સરકારી તિજોરીમાં જમા થવી જોઈએ.

સુરત જિલ્લામાં ક્રિકેટ સહિત અન્ય રમતના અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ છે, યુવાનોને રમત ગમત માટે પ્રોત્સાહન આપવાનું હોય છે, પરંતુ સરકાર દ્વારા રમત ગમતની બાબતમાં સુરત જિલ્લામાં પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું નથી એવું લાગી રહ્યું છે. જો સરકાર દ્વારા યોગ્ય આયોજન કરી આવા પ્રતિભાશાળી ખેલાડીઓ ને પ્રોત્સાહન આપવામાં આવે તો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ સરસ પ્રદર્શન કરી શકે તેમ છે. રમત ગમત માટે સરકાર પ્રોત્સાહન આપી રહી હોય તો, સુરત જિલ્લામાં તાલુકા અને જિલ્લાનાં રમત ગમત અધિકારીઓ કેમ આ બાબતે પોતાનું ધ્યાન આપી રહ્યા નથી? જિલ્લા અને તાલુકાનાં અધિકારીઓ દ્વારા રમત ગમતનાં મેદાન બાબતે કેમ રસ લેવામાં આવી રહ્યો નથી?

સરકારી જમીન ઉપર બનાવેલ તમામ મેદાન સરકારે તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્પોર્ટ ઓર્થોરીટી બનાવી આ સરકારી જમીન ઉપર બનાવેલ તમામ ગ્રાઉન્ડ/મેદાનોનું આયોજન ઓર્થોરીટી હસ્તક લઈ રમત ગમતની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ગામનાં યુવાનોનું એક ટ્રસ્ટ બનાવી તેમાં સરકારી ગ્રાંટ ફાળવી કે સરકારી લાભો આપી ચોક્કસ નીતિનિયમો બનાવી વિનામૂલ્યે કે નજીવી ફી લઈ દરેક પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવું જોઈએ. તાલુકા અને જિલ્લાનાં રમત ગમત વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી આવી રમત ગમતની પ્રવૃત્તિઓને વેગ આપવું જોઈએ તેમજ યુવાનોને પ્રોત્સાહન મળી રહે તેવા હેતુથી ટુર્નામેન્ટ રમાડવી જોઈએ. જેથી યુવાનોમાં રહેલું ટેલેન્જ બહાર આવી શકશે, સાથે જ સરકારનો હેતું સિદ્ધ થઇ શકશે અને સરકારી જમીનોનું રક્ષણ પણ થઇ શકશે. આ અંગે દર્શનકુમાર એ. નાયક, મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રજૂઆત કરી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.