- Gujarat
- વાપીમાં ઇમરાનનગર પ્રીમિયર લીગ નાઈટ ટુર્નામેન્ટ
વાપીમાં ઇમરાનનગર પ્રીમિયર લીગ નાઈટ ટુર્નામેન્ટ
વાપીમાં વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું વીઆઈએ ગ્રાઉન્ડ ખાતે 8 અને 9 તારીખના રોજ ઇમરાન નગર પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ દર વર્ષની જેમ આ વર્ષે પણ થયું આયોજન આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઇમરાન નગર સોસાયટીના કુલ 6 ટીમોએ ભાગ લીધા હતા જેમાં એમ,એસ ટાઈગર, એફ.આઇ સુપર જાઇન્ટ્સ ,આસિફ સુપર કિંગ્સ વાપી લોજિસ્ટિક,આફિયા ચેલેન્જર્સ અને સેવન સ્ટાર વચ્ચે છો છો ઓવરની લીગ મેચો રમવામાં આવી હતી. જે બાદ ફાઇનલમા એફ,આઈ સુપર જાઇન્ટ્સ અને એમ,એસ ટાઇગર વચ્ચે રમાઈ હતી. જેમાં આ ફાઇનલ મેચમાં એક,આઈ સુપર જાઇન્ટ્સ એ 8 વિકેટથી જીત મેળવી.

આ વર્ષનું ચેમ્પિયન બની ગયા અને સાથે સાથ વાપી ઉદ્યોગનગર પોલીસ સાથે પણ એક વેલકમ મેચ રમવામાં આવી હતી. જેમાં ઇમરાન નગરના યંગસ્ટર્સ અને પોલીસ જવાનો વચ્ચે 6 ઓવેરની મેચ રમાઈ હતી. આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં અબ્દુલ રહેમાન શેખ, ઇમરાન બેહલીમ, મોહસીન બેહલીમ એહમર શેખ અને ઇમરાન નગરના યંગ છોકરાઓ ખાસો યોગદાન આપ્યું છે. આ ટોર્નામેન્ટમાં ઇમરાન નગરના વડીલો તથા મુખ્ય મહેમાનોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ હાજરી આપી આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવ્યો છે.

