મોડાસામાં લૂંટેરી દુલ્હન લગ્નના ત્રીજા દિવસે લૂંટ કરી ફરાર, વિશ્વાસ કોનો કરવો?

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તેમ છતાંય લોકો આવી છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. ગુજરાતમાં લૂંટનો એક નવો ચીલો જોવા મળી રહ્યો છે. લૂંટ માટે હવે મહિલાઓનો સહારો લેવામાં આવી રહ્યો છે. લગ્નવાંછુક યુવકોને લગ્નની માયાજાળમાં ફસાવીને ફરાર થઈ જતી લૂંટેરી દુલ્હનોનો કહેર વધી રહ્યો છે.

મોડાસા શહેરના સગરવાડા વિસ્તારમાં રહેતા અને અમદાવાદ ખાનગી કંપનીમાં રહેતા સુમન ભીખાભાઇ પ્રજાપતિ નામના યુવક અને તેના બહેન જીજાજીને દહેગામ અને અમદાવાદની લૂંટેરી દુલ્હન ગેંગે વિશ્વાસમાં લઇ સુમન ભાઈ સાથે ખેતરમાં કામ કરતી યુવતી હોવાનું જણાવી લગ્ન કરાવી બે લાખ રૂપિયા દાપા તરીકે લીધા પછી લગ્નવાંચ્છુક યુવક સાથે યુવતી સાથે ટ્રસ્ટમાં લગ્ન કરાવી લગ્ન ખર્ચ પેટે વધુ 35 હજાર ખંખેરી મોડાસા પતિ સાથે રહેવા આવેલી લૂંટેરી દુલ્હન દાગીના રોકડ રકમ અને મોબાઈલ લઈ અમદાવાદ જતી રહેતા ભોગ બનેલ યુવકે ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.

મોડાસા શહેરના સગરવાડા વિસ્તારમાં રહેતા અને દંતોલી ખાનગી કંપનીમાં નોકરી કરતા સુમન ભીખાભાઇ પ્રજાપતિ નામના યુવકને સમાજમાં લગ્ન નહીં થતા પરિવારજનો ચિંતિત હતા. કઠલાલ ખાતે રહેતા તેમના જીજાજી ઈંટોના વેપાર દરમિયાન દહેગામ તાલુકાના લવાર ગામના ઠગ નાથુ ઠાકોરના સંપર્કમાં આવતા તેને લગ્ન ઇચ્છુક યુવકોના લગ્ન કરાવી આપતા હોવાનું જણાવ્યું હતું.

તેમના જીજાજી બહેન અને સુમન ભાઈને વિશ્વાસ આવતા નાથુ ઠાકોરના ઘરે જતા લૂંટેરી દુલ્હન ખેતરમાં શ્રમિક બની મજૂરી કરતી હોવાથી તેના લગ્ન કરવાનું જણાવી તેની માસી સાથે વાત કરાવી લગ્ન નક્કી થતા યુવક અને તેના પરિવારજનો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.

ગેંગે માગેલ બે લાખ દાપું પણ આપી દઈ લગ્નનો ખર્ચ પણ આપવા તૈયાર થતા અમદાવાદ અસારવા વિસ્તારમાં આવેલ શ્રી મારુતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટમાં શિલ્પા ઉર્ફે રિંકલ નટવરલાલ ઠાકુર સાથે લગ્ન કરાવવા વકીલે 25 હજાર અને મહારાજે 10 હજાર લઈ લગ્ન કરાવ્યા હતા. લગ્નવિધિ પૂર્ણ થતા યુવક સુખી લગ્ન સંસારના સ્વપ્ન સાથે દુલહન સાથે મોડાસા આવ્યો હતો અને ત્રીજા દિવસે સવારે દુલહન દાગીના રોકડ રકમ અને મોબાઇલ લઇ ફરાર થઇ જતા યુવક ભાંગી પડ્યો હતો.

સુમન પ્રજાપતિએ લૂંટેરી દુલ્હનની શોધખોળ હાથધરી અમદાવાદ તેની માસીને ફોન કરતા યુવતી તેની પાસે આવી હોવાનું અને હોળી પછી લઇ જવા જણાવ્યું હતું. યુવક હોળી સુધી વિરહ સહન કરી હોળી પછી ફોન કરતા લૂંટેરી દુલ્હનની માસી ભગીબેન ઉર્ફે ગંગા રમણલાલ ઠાકુરે પત્નીને ભૂલી જા નહીં તો માર મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવક આબાદ લૂંટેરી ગેંગનો ભોગ બનતા દુલ્હન પણ ગઈ અને લાખ્ખો રૂપિયાનો ચૂનો પણ લાગતા આખરે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં 1)રિંકલ ઉર્ફે શિલ્પા નટવરલાલ ઠાકુર (લૂંટેરી દુલ્હન),2) તેની રાણીપ રહેતી માસી ભગીબેન ઉર્ફે ગંગાબેન રમણલાલ ઠાકુર,3) નાથુ ઠાકોર (રહે,લવાર-દહેગામ),4)વિશાલસિંહ ચૌહાણ (વકીલ) અને મહારાજ સામે ગુન્હો નોંધવા અરજી આપી ન્યાયની માંગ કરી હતી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.