નવસારીમાં વરરાજાએ એવી જાન જોડી કે રસ્તામાં બધા જોતા રહી ગયા

PC: khabarchhe.com

તમે JCBનો ઉપયોગ તોડફોડ સમયે અને ખોદકામ દરમિયાન જોયો હશે, પણ નવસારી જિલ્લાના એક વરરાજાએ આ હેવી વાહનનો પોતાના લગ્નમાં ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો અને એમાં બેસીને જ પરણવા પહોંચ્યા! વરરાજા લગ્નમંડપે પરણવા પહોંચ્યા તો કન્યાપક્ષના લોકો પણ અનોખી જાન જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા.આ જાન પર કોઈની નજર ન પડે તો જ નવાઈ.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કલિયારી ગામના ધોડિયા પટેલ સમાજના કેયૂર પટેલ નામના વરરાજાની જાન એવી તો નીકળી કે રસ્તા પર કોઈની નજર ન પડે તો જ નવાઈ રહે. સામાન્ય રીતે લગ્નની જાનમાં કાર, ઘોડા કે વિકટોરિયા ગાડી જોડવામાં આવતાં હોય છે, પણ આ વરરાજાએ તો જાનમાં જેસીબી જોડ્યું અને પોતે પણ એમાં જ સવાર થયો હતો.વરરાજાની અનોખી જાન જોઈ લોકો ફોટો પાડવાનું ન ભૂલ્યા.

કલિયારી ગામના વરરાજા JCBમાં સવાર થઈને પરણવા નીકળતાં રસ્તામાં જાનૈયાઓ-રાહદારીઓ વરરાજા અને તેના વાહનને જોતા રહી ગયા હતા. જ્યારે વરરાજા લગ્નમંડપે પહોંચ્યા ત્યારે દુલ્હનપક્ષના લોકો પણ વરરાજા અને જેસીબીને જોઈ આશ્ચર્યમાં મુકાયા હતા.સોશિયલ મીડિયામાં વીડિયો જોઈ JCBનો વિચાર આવ્યો.

નવસારીના ચીખલી તાલુકાના કલિયારી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા કેયૂર પટેલે થોડા સમય પહેલાં પંજાબમાં લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયામાં જોયો હતો, જેમાં વરરાજા જેસીબીમાં સવાર થઈ પરણવા પહોંચ્યા હતા. આ વીડિયો જોઈને કેયૂર પટેલને પોતાની જાન પણ જેસીબીમાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો.

આજકાલ લગ્નમાં કંઈક નવું કરવાનો ટ્રેન્ડસામાન્ય રીતે વરરાજા કારમાં સવાર જોવા મળતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગાડાથી માંડી હેલિકોપ્ટરમાં સવાર થઈ વરરાજા પરણવા પહોંચ્યા હોવાના વીડિયો સામે આવતા રહ્યા છે. એમાં હવે જેસીબીનો પણ ઉમેરો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp