સુરત જિલ્લામાં આ તારીખ સુધી મતદારયાદી સુધારણા કરી શકાશે

સરકારે જણાવ્યું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા 'મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2021' જાહે2 ક2વામાં આવ્યો છે. જે મુજબ જે નાગરિક તા.01/01/2022 ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો માટે મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ કરવા, સુધારા-વધારા માટે તા.01/11 થી 30/11/2021 સુધીનો સમયગાળો નક્કી કરાયો હતો. પરંતુ ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમની મુદ્દત તા.5/12/2021 સુધી લંબાવવામાં આવી છે. જેથી મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ કરવા, સુધારા-વધારા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર-પૂરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ લેવલ ઓફિસરોને તા.05 ડિસે.સુધી હકદાવાઓ રજૂ કરી શકશે. ઓનલાઈન અરજીઓ www.voterportal.eci.gov.in અથવા www.nvsp.in અથવા Voter Helpline મોબાઈલ એપ મારફત પણ કરી શકાશે. વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં. 1950 52 સંપર્ક કરવો.

અત્રે નોંધનીય છે કે, આ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2,25,052 વિવિધ અરજીઓ થઈ છે. ખાસ ઝુંબેશરૂપે આગામી તા.05/12/2021(રવિવાર) ના રોજ સવારે 10.00 થી સાંજે 5.00 કલાક દરમ્યાન બુથ લેવલ ઓફિસર (BLO) તમામ મતદાન મથકો ઉપર હાજર રહી હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે. આથી જે નાગરિકો તા.01/01/2022 ના રોજ કે તે પહેલા 18 વર્ષની ઉંમર પૂર્ણ કરતા હોય અને મતદા2યાદીમાં નામ દાખલ કરવાના બાકી હોય તો પોતાના નામ મતદારયાદીમાં દાખલ કરાવવા માટે ફોર્મ નં. 6, મૃત્યુ સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં. 7, સુધારા માટે ફોર્મ નં. 8 તથા એક જ વિધાનસભા મતદાર વિભાગમાં સ્થળાંતર માટે ફોર્મ નં. 8(ક) જરૂરી આધાર પુરાવા સાથે તા.05મી ડિસે.- રવિવારે તેઓના વિસ્તારના સબંધિત મતદાન મથકે રજૂ કરી નામનોંધણી અને સુધારા કરાવી શકાશે.

આ કાર્યક્રમની મુદ્દત લંબાવવામાં આવી હોવાથી નાગરિકો આ ઝુંબેશનો મહત્તમ લાભ લેવા અને ખાસ કરીને 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા યુવામતદારો માટે મતદારયાદીમાં નોંધણી કરાવવાની સુવર્ણ તક હોવાથી વધુમાં વધુ નાગરિકો ઘરઆંગણે આ ખાસ ઝુંબેશનો લાભ લેવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી,સુરતની યાદીમાં જણાવાયું છે.

About The Author

Related Posts

Top News

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

સુરતના અલથાણથી વાલીઓ અને સગીર વયના બાળકો માટે એક ચેતવણીરૂપ મામલો સામે આવ્યો છે. માતાની વાતથી માઠું લાગી આવતા એક ...
Gujarat 
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    
Copyright (c) Khabarchhe All Rights Reserved.