સુરતમાં કુબેરજી બીસી પોઈન્ટનું ઉદઘાટન

PC: Khabarchhe.com

થસરા તાલુકાના જેસાપુરા ગામની વતની શ્રીમતી નિલમબેન ચાવડા દ્વારા ગુરુવારના રોજ તેમના બીસી તરીકેના બિઝનેસની શરૂઆત કરવામાં આવી હતી. આ માટે TLM અને અન્ય હિતેચ્છુઓના અનુરોધ પર એક ઉદઘાટન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ખેડા જીલ્લાના થસરા તાલુકામાં આવેલ જેસાપુરા ગામની રહેવાસી શ્રીમતી નિલમબેન ચાવડા તારીખ 13-12-2022ના રોજ સુરત સ્થિત ફિનટેક કંપની કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડ સાથે એક બેંકિંગ કોરેસ્પોન્ડેન્ટ (બીસી) તરીકે જોડાઈ હતી. કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ખેડા જિલ્લામાં નડિયાદ સીટી ખાતે ‘બેંકિંગ કોરેસ્પોન્ડેન્ટ’ અને ‘ડિજિટલ સર્વિસીસ’ વિષય અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. નિલમબેન ચાવડાએ પણ અન્ય મહિલાઓ સહિત આ સેમિનારમાં ભાગ લીધો હતો.

આ સેમિનારમાં થયેલી ચર્ચાથી પ્રભાવિત થઇ તેમણે કુબેરજી સાથે એક બીસી કાર્યકર્તા તરીકે જોડાવાની ઈચ્છા જાહેર કરી હતી. નિલમબેન અને તેમના પતિને ઘણા સમયથી કંઈક અલગ કરવાની કરવાનો ઉત્સાહ હતો, તેઓ IIBF પરીક્ષા પણ સફળતા પૂર્વક પાસ કરી ચૂક્યા છે. તેઓ સેમિનારને અંતે કુબેરજી સાથે જોડાયા હતા. તેમણે પોતાના આ નવા પ્રયાસ અંગે તેમના અન્ય ગ્રામજનોને પણ જાણ કરી હતી. તેમના આ ઉત્સાહ અને ઉમંગથી પ્રભાવિત થઇ અને અન્ય મહિલાઓને પણ આમાંથી પ્રેરણા મળે અને ઠાસરા તાલુકાની બહેનો આત્મનિર્ભર બને તે ઉદ્દેશ્યથી TLM એ આ અવસર પર બીસી પોઇન્ટ માટે એક ઉદઘાટન સમારોહ યોજવા માટે અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારને આ બાબતની જાણ થતા તેમણે તેઓ પોતે આ સમારોહ માં હાજર રહેશે એવો પ્રસ્તાવ મૂક્યો હતો. તાલુકા પંચાયત કચેરી થસરા દ્વારા નિલમબેનના આ પ્રયાસને બિરદાવતા તેમના સમારોહ માટે આમંત્રણ પત્રિકાઓ પણ છાપવામાં આવી હતી. નિલમબેનના આ ઉદઘાટન સમારોહમાં યોગેન્દ્રસિંહ પરમાર, TLM દિલીપભાઈ શ્રીમાળી, TDO અને આસપાસના ગામના સરપંચોએ હાજરી આપી હતી. નિલમબેન ચાવડાને અભિનંદન આપવા માટે કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડના CEO પુનિતભાઈ ગજેરાએ પણ સમારોહમાં ખાસ હાજરી આપી હતી.

આ સમગ્ર સમારોહ અંગે પોતાના અનુભવ વિશે વાત કરતા નિલમબેને જણાવ્યું હતું કે, તેઓ એ કદી વિચાર્યું ના હતું કે, તેમનું કુબેરજી બીસી પોઈન્ટ એક ચર્ચાનો વિષય બની રહેશે તથા તેમના વિસ્તારમાં આટલો પ્રખ્યાત થઇ જશે, અને આ માટે તેઓ કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડના આભારી છે. સાથે સાથે તેઓએ સમારોહ માં ઉપસ્થિત MLA, TLM અને કુબેરજીના CEO સહિત અન્ય મહેમાનો નો પણ આભાર વ્યક્ત કર્યો હતો. કુબેરજી કંપનીના સીઈઓ પુનિતભાઈ ગજેરા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા અભિયાનની વાત કરતા જણાવ્યું કે ગ્રામ્ય સ્તરે મહિલાઓ આર્થિક રીતે આત્મ નિર્ભર બને તો એક સશક્ત સમાજનું નિર્માણ થાય છે અને આજ રીતે આખા રાષ્ટ્રનું નિર્માણ નિર્માણ થાય છે. કુબેરજી અત્યાર સુધીમાં 2000 મહિલાઓને બીસી પોઇન્ટ આપી આત્મ નિર્ભર બનાવી છે પણ આ પહેલી વખત એવું બન્યું છે કે આ રીતે કોઈ બીજી પોઇન્ટનો ઉદ્ઘાટન સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે.

ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારના મત અનુસાર નિલમબહેનનો અભિગમ ખુબજ ઉમદા અને સરાહનીય છે. નિલમબેન ન માત્ર ખેડા પરંતુ અન્ય જિલ્લાની મહિલાઓ માટે પણ પ્રેરણા સ્વરૂપ છે. વધુ માં તેમણે, કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડની મહિલા સશક્તિકરણ માં આપેલા આ યોગદાનની પણ સરાહના કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp