તબીબી સાધન વિતરણ કેન્દ્રનું ઉદ્ઘાટન
ચોક બજારથી ભાગાતળાવના રોડ પર આવેલ રૂખમાબાઈ હોસ્પિટલ (SMV HOSPITAL) ખાતે સુરતના ખ્યાતનામ શિક્ષણવિદ્ પ્રો. સૂર્યકાંતભાઈ શાહ અને ભૂતપૂર્વ આચાર્યા દીપિકાબેન શાહના સૌજન્યથી તૈયાર કરવામાં આવેલ તબીબી સાધન વિતરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમારોહના અતિથિવિશેષ ડો. મુકુન્દ ભાઈ કારિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. હોસ્પિટના પ્રાંગણમાં 127 વર્ષનો ગૌરવવંતો ભૂતકાળ ધરાવતી આ સંસ્થામાં સૌ પ્રથમવાર ધ્વજવંદન કરવામાં આવતા એ વિસ્તારના રહીશોમાં આનંદ વ્યાપી ગયો હતો. થોડાક સમય પહેલા શાહ દંપતિના સ્વ. પુત્ર પરિંદ શાહની સ્મૃતિમાં રૂ. 13,00,000ના( રૂ.13 લાખ) ખર્ચે હોસ્પિટલનું નાવીન્યકરણ કરવામાં આવ્યું હતું.
આજે રૂ.1,25,000ના ખર્ચે વ્હીલચેર, વોકર, સ્ટીક, એરબેડ, વોટરબેડ,સ્ટીક,ઝાડા-પેશાબ માટેની ખુરશીઓ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી હતી.આ સાધનો સમગ્ર સુરતના નાગરિકોને ડીપોઝીટ ભરીને ઉપલબ્ધ થશે. સતત 3 દિવસ સુધી ડાયાબિટીક કેમ્પ, કાર્ડિયો કેમ્પ, મેડીકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માજી ઉપકુલપતિ ડૉ.બી.એ.પરીખ, શિક્ષણ શાસ્ત્રી કે.વી.નાયક, ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ બી.એસ.અગ્રવાલ, યુનિયન લીડર નિકુંજભાઈ દેસાઈ, આ હોસ્પિટલના માનદ્ મંત્રી ડો.કેતન શેલત, આ હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. ધર્મેશ મહેતા, સુરતના જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. દિગંત શાહ, રૂપલબેન શાહ અને પેજ 3ના સંપાદક નિખિલ મદ્રાસી ઉપસ્થિત રહ્યા હતા.
તા. 25-1-1895ની સાલમાં ધી કાઉન્ટેસ ઓફ ડફરીન ડિસ્પેનસરીઝ સોસાયટીએ સુરતમાં શેઠ મોરારભાઈ વીજભૂખણદાસ તેમજ તેમના ધર્મપત્ની દયાકોરબેનની યાદમાં (SMV) સ્ત્રીઓ તથા બાળકોની એક હોસ્પિટલની સ્થાપના કરી હતી જે હવે મલ્ટીસ્પેશ્યાલીટી તરીકે રાહત દરે સેવા આપી રહી છે. હાલમાં આ હોસ્પિટલમાં સ્ત્રીરોગ, હાડકા, સર્જરી, ફિઝીશ્યન, બાળવિકાસ, માનોચિકિત્સક, દાંત, ડાયેટીશીયન, ફીઝીયો, ચામડી અને હોમિયોપેથીક વિભાગની સેવાઓ ઉપ્લબ્ધ છે. મેડિકલ સ્ટોર, એક્ષ-રે, સોનોગ્રાફી, લેબોરેટરીની સેવાઓ રાહત દરે ઉપલબ્ધ છે. આ હોસ્પિટલની સૌથી મોટી વિશિષ્ટ વાત એ છે કે વગર વ્યાજના સરળ હપ્તેથી હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp