PMના દિશાદર્શનમાં ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક સત્તા બની ગયું છેઃ CM પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ત્રીજી વર્લ્ડ ટેક્ષટાઈલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, સૌથી જૂના ઉદ્યોગ એવા આ ટેક્ષટાઈલ ઉદ્યોગે સમય સાથે કદમ મિલાવી અદ્યતન ટેકનોલોજી દ્વારા વર્લ્ડ માર્કેટમાં આગવું સ્થાન મેળવ્યું છે. કેન્દ્રિય કાપડ રાજ્યમંત્રી મંત્રી મતી દર્શનાબહેન જરદોશની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં દેશના વિવિધ રાજ્યો અને વિશ્વના દેશોના કાપડ ઉદ્યોગકારો સહભાગી થઈ રહ્યા છે.

મુખ્યમંત્રીએ ટેક્ષટાઈલ ઉદ્યોગો સહિતના ઉદ્યોગોને પર્યાવરણ જાળવણીનો ખ્યાલ રાખીને વિકાસ માટે પ્રેરક અનુરોધ કર્યો હતો. વિકાસની ગતિ - પ્રગતિનો જે માર્ગ વડાપ્રધાનના માર્ગદર્શનમાં વિકાસની રાજનીતિથી આપણે કંડાર્યો છે તે હવે એક નવો અધ્યાય બની ગયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનએ વાઇબ્રન્ટ સમિટની જે શૃંખલા શરૂ કરાવી તેના પરિણામે વિશ્વભરના ઉદ્યોગકારો- વેપારકારો માટે ગુજરાતમાં વૈશ્વિક તકો ખુલી છે. એટલું જ નહીં આજે વિદેશી રોકાણકારોની પ્રથમ પસંદ પણ ગુજરાત બની ગયું છે.

મુખ્યમંત્રી એમ પણ ઉમેર્યું કે, વડાપ્રધાનના દિશાદર્શનમાં ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક સત્તા બની ગયું છે. અને કોરોનાકાળમાં પણ આત્માનિર્ભરતાની ગતિમાં રોક આવવા દીધી નથી. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ટેક્ષટાઈલ ઉદ્યોગોની જરૂરિયાતમાં સરકાર મદદ માટે સાથે રહેશે તેમ જણાવતા ઉમેર્યું કે, ટેક્સટાઇલ નીતિને અનુરૂપ કાપડ ઉદ્યોગના વિકાસ માટે આ વર્ષના બજેટમાં સરકારે 1580 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

આ પ્રસંગ કેન્દ્રીય કાપડ મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, આજે ટેક્સટાઇલ ક્ષેત્રને અગ્રેસરની દિશામાં લઈ જવા માટે ગુજરાતમાં જે ઈકો સિસ્ટમ ઊભી થઈ છે એ ટેક્સટાઇલ માર્કેટ માટે લાભદાયી સાબિત થઈ રહી છે. આજે ટેક્સટાઇલ ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસરની ભૂમિકામાં પણ રહ્યું છે.

તેમણે હેન્ડલુમ ક્ષેત્રની વાત કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં હેન્ડલુમ ક્ષેત્રનો સતત વિકાસ થઈ રહ્યો છે. G20 અંતર્ગત હેન્ડલુમ ક્ષેત્રને પણ એક નવી દિશા મળી છે. આ ક્ષેત્રમાં પણ વિપુલ તકો ઊભી થઈ છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.