26th January selfie contest

PM મોદીના નેતૃત્વમાં ભારતના કોવિડ મેનેજમેન્ટની નોંધ વિશ્વભરમાં લેવાઈઃ CM પટેલ

PC: khabarchhe.com

એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટને સાકાર કર્યું છે. ગુજરાત 20 વર્ષની સુદીર્ઘ અને સફળ વિકાસયાત્રાથી દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાતમાં વિકાસના કામો-યોજનાના લાભ છેવાડાના ગામો સુધી પહોંચતાં થયાં છે. રસ્તા, પાણી, ઊર્જા, સ્વાસ્થ્ય અને શિક્ષણની વ્યવસ્થા સાર્વત્રિક બની છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુજરાતના વિકાસને સુદ્રઢ અને ગતિશીલ બનાવ્યો છે. કોરોનાને કારણે અનેક દેશો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા હતા, તેવા સમયે વડાપ્રધાનએ જે કોવિડ મેનેજમેન્ટ કરી બતાવ્યું તેની નોંધ વિશ્વના વિકસીત દેશોએ પણ લીધી છે. કોરોનાને અટકાવવાનાં પગલાં, વેક્સીન-નિર્માણ અને વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન, જેવાં પગલાં દ્વારા વડાપ્રધાને દેશને મહામારીમાંથી સમયસર ઉગાર્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આટલા મોટા દેશમાં વ્યાપક સુધારા લાવવા શક્ય જ નથી એવી માન્યતાને તોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સ્વચ્છતા અભિયાન, ઓપન-ડિફેકેશન ફ્રી, ઉજ્જવલા અને ઉજાલા સહિતની અનેક વ્યાપક પહેલને સફળ કરી બતાવી છે.

તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનના અંત્યોદયના સંકલ્પને સાકાર કરવા અને ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવી રાખવા આ વર્ષે સરકારે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ આપ્યું છે. ગુજરાતની 20 વર્ષની વિકાસયાત્રાને આગળ ધપાવવામાં વર્તમાન સરકાર કોઈ જ પાછી પાની નહીં કરે તેમ તેમણે ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp