રાજકોટ પોલીસ વાહન ચાલકો પાસે દંડને લેવાને બદલે તેમને હેલમેટ પહેરાવે છે

રાજકોટ પોલીસે એક મસ્ત આઈડિયા વાપર્યો છે, જેની બધી બાજુ પ્રસંશા થઈ રહી છે. વાત એવી છે કે રાજકોટ પોલીસ હેલમેટ વગરના વાહનચાલકોને પકડે છે પરંતુ તેમની પાસેથી દંડ નથી વસૂલતા પરંતુ તે રકમથી તેમને એક હેલમેટ આપીને પહેરાવે છે. વાહન ચાલકોને દંડને બદલે હેલમેટ પેરાવી રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાને સતત રહ્યા કરે છે. સતત ટ્રાફિકની કારણે અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું જઈ રહ્યું છે.
અકસ્માતમાં કેટલાક લોકોને તો પોતાના જીવ પણ ગુમાવવા પડી રહ્યા છે. આમ ન થાય તે માટે રાજકોટ પોલીસ દ્વારા અનેક વખત ચેકિંગની ડ્રાઇવ લેવાતી હોય છે. તેમાં પણ રાજકોટ ટ્રાફિક પોલીસે નવો કીમિયો અજમાવ્યો છે જેમાં વાહન ચાલકોને દંડને બદલે હેલમેટ પહેરાવી અકસ્માતથી બચવા સલાહ આપી. રાજ્ય સરકાર દ્વારા એક્સિડન્ટ ન થાય અને સેફ્ટી જળવાઈ રહે તે માટે સ્પીડ લિમિટ જાહેર કરવામાં આવી છે. જેનું વાહન ચાલકો ઉલંઘન કરે છે અને અકસ્માત સર્જાય છે. આમ ન થાય અને લોકોમાં જાગૃતતા રહે તે માટે રાજકોટ પોલીસે વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવાની બદલે હેલમેટ પહેરાવી અકસ્માતથી બચવા સૂચનો આપ્યા હતા.
આમ અકસ્માત નિવારવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવા ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને પોલીસ પકડી દંડ ફરમાવાને બદલે હેલમેટ પહેરાવી રોડ સેફ્ટી તરફ વાહન ચાલકોનું ધ્યાન ખેચ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp