જયસુખ પટેલને છાતીમાં દુખાવો અને ગભરામણ થતા હોસ્પિટલમાં લઈ જવાયો

PC: twitter.com

બ્રિજ દુર્ઘટનામાં આરોપી જયસુખ પટેલને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેની તબિયત બે દિવસ પહેલા જ લથડી હતી ત્યારે મેડિસીન આપવામાં આવી હતી ત્યારે હવે ગભરામણ અને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં ચેકઅપ માટે લાવવામાં આવ્યો છે. મોરબી હોસ્પિટલમાં જયસુખ પટેલનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.

મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં જયસુખ પટેલ આરોપી છે. જેને કોર્ટ દ્વારા અરજી કરાતા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે ત્યારે શનિવારે જામીન અરજી પહેલા જ તબિયત બગડી હતી. ત્યારે જયસુખને વધુ સમય સુધી જેલમાં રહેવું પડશે જ્યાં તબિયત લથડતા સારવાર માટે મોરબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર જયસુખ પટેલને બીપીની પણ તકલીફ છે. જ્યાં રુટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું.

મોરબી દૂર્ઘટનામાં ઓરેવા કંપની તરફથી સમારકામ કરાતા બ્રિજ ખુલ્લો મુકાયો હતો ત્યાર બાદ આ બ્રિજ તૂટી પડતા ગોઝારી ઘટનામાં 135 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ મામલે જયસુખ પટેલનું પણ ચાર્જશીટમાં નામ ઉમેરાતા જેલ હવાલે કરાયો હતો.

ત્યારે આ મામલે જામીન અરજી થકી જયસુખ પટેલ જેલથી બહાર આવવા મથી રહ્યો છે પરંતુ કોર્ટ તરફથી જામીન અરજી મંજૂર કરાઈ નહોતી. ચાર્જશીટમાં નામ ઉમેરાયા બાદ કોર્ટ સમક્ષ હાજર થયેલા જયસુખને પોલીસને હવાલે કરાયો હતો. ત્યારથી જયસુખ પટેલ જેલમાં બંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp