વડોદરાના મેયર પદેથી કેયુર રોકડીયાનું રાજીનામું

PC: twitter.com

કેયુર રોકડીયાએ મેયર પદેથી રાજીનામું આપી દીધું છે. સયાજીગંજના ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા છે ત્યારે બે પદ પર ના રહી શકતા આ રાજીનામું આપ્યું છે. સભા સેક્રેટરીને રાજીનામું મોકલી આપ્યું છે. કેયુર રોકડીયાને આ વખતે ભાજપ તરફથી વડોદરાથી ટિકિટ આપવામાં આવી હતી. વડોદરાના મેયર કેયુર રોકડિયા મેયર પદેથી રાજીનામું આપી શકે છે તેમ અગાઉ તેમની જીત બાદ વાત સામે આવી હતી ત્યારે વડોદરાના મેયર અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા મેયર પદેથી રાજીનામું આપી દીધું છે.

વડોદરાની અંદર આ બે ફેરબદલ કરાયા છે કેમ કે, જિલ્લા પ્રમુખે પણ રાજીનામું આપી દીધું છે. જેથી નવા જિલ્લા પ્રમુખ બાદ નવા મેયર પણ સંગઠનને વડોદરામાં મળશે. કરજણના પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપના નવા પ્રમુખ બન્યા છે. સંગઠન ક્ષેત્રે બદલાવ જોવા મળી રહ્યો છે. વડોદરામાં મેયર તરીકેની ભૂમિકામાં હતા ત્યારે તેમના પર સંગઠને વિશ્વાસ મુકી ટિકિટ 2022ની વિધાનસભાની આપી હતી જેમાં તેઓ ખરા ઉતર્યા હતા.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરાત કરી હતી કે જો સંગઠનમાં કોઈ એક પદ હશે અને તે ધારાસભ્ય પણ ચૂંટાઈ આવશે તો એક પદ છોડવું પડશે. આ બાબતે ગાંધીનગરમાં કોર કમિટીની બેઠક મળી હતી અને આગામી મેયર પદ અંગે નિર્ણય લેવામાં આવશે.

પાલિકાની બજેટ બેઠક પૂર્ણ થયા બાદ હવે કેયુર રોકડિયાએ સંગઠનની નક્કી કરાયેલા નિર્ણયના આધારે રાજીનામું આપ્યું છે. માર્ચ 2021માં કેયુર રોકડિયાએ મેયર તરીકે પદ સંભાળ્યું હતું. રાજ્યના કોઈપણ ધારાસભ્ય કે અન્ય ભાજપ સંગઠનમાંથી તેઓ કે તેમના પરિવારના કોણ પણ સભ્ય અન્ય પદ પર હોય તો તેમને એક જ પદ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp