વનિતા વિશ્રામ ખાતે આયોજિત ‘કૂંચલા’ આર્ટ ગેલેરી, 40 પેઈન્ટિંગ વેચાયા

PC: Khabarchhe.com

વનિતા વિશ્રામ સુરત ખાતે 14, 15 અને 16 એમ 3 દિવસ દરમિયાન ‘કૂંચલા’ આર્ટ ગેલેરીના માધ્યમથી 9 મહિલા ચિત્રકારો સહિત 13 વર્ષીય કિશોરી મળી કુલ 10 લોકોએ મેન્ટર રાકેશ ગોહિલની આગેવાનીમાં ચિત્ર પ્રદર્શનમાં ભાગ લીધો હતો. મેન્ટર રાકેશ ગોહિલે જણાવ્યું હતું કે, 3 દિવસ ચાલેલાં આ પ્રદર્શનમાં શહેરીજનોનો ખૂબ જ સારો અને સરાહનીય અદભૂત પ્રેમ મહિલા ચિત્રકારોને મળ્યો છે. આ સિવાય વિવિધ શાળાના આચાર્યો સહિત વાસ્તુશાસ્ત્રના સ્નાતકોએ પણ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. પ્રથમ દિવસને બાદ કરતાં બીજો અને ત્રીજો દિવસ પ્રદર્શનમાં મુલાકાતીઓથી ગાજેલો રહ્યો હતો. અમુક લોકોએ પોતાના મુજબના પેઈન્ટીંગ્સ બનાવવા માટે મહિલા ચિત્રકારોને ઓર્ડરો આપ્યાં હતાં.

જ્યારે અમુક લોકોએ પ્રદર્શનમાં મૂકેલાં ચિત્રો જ સ્થળ ઉપર ખરીદી લીધાં હતાં. મહિલા ચિત્રકાર ભાવિની ગોળવાલાએ જણાવ્યું હતું કે કુલ 150 જેટલાં ચિત્રો પ્રદર્શનમાં મૂકાયાં હતાં અને અમારી ટીમ દરેક સભ્યોને ચિત્રો બનાવવાના ઓર્ડરો મળ્યાં છે તથા એક્ઝિબિશન દરમિયાન જ 40 જેટલાં ચિત્રો વેચાયાં છે. અમુક લોકોએ પોતાના બેડરૂમ અને બેઠકરૂમને અનુરૂપ ઓર્ડરો આપ્યાં છે. જ્યારે અમુક લોકોએ પોતાની ધંધાકીય ઓફિસોમાં પોઝીટીવ વાતાવરણને વધુ પ્રબળ બનાવે તેવાં ચિત્રો બનાવી આપવા માટે ચિત્રકારોને ખાનગીમાં ઓર્ડરો આપી તેમના સંપર્ક નંબરો પણ લીધાં હતાં. સુરત શહેર વીવર અગ્રણી મયૂર ગોળવાલાએ પણ એક્ઝિબિશનની મુલાકાત લઈ પ્રદર્શિત 2 ચિત્રોનો ઓર્ડર આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp