લવજી બાદશાહ ભલે દાનવીર હોય, પરંતુ કાયદાથી ઉપર નથી

PC: gujaratiupdates.com

સુરતના મોટા ગજાના બિલ્ડર અને મોટા દાનવીર તરીકે જાણીતા લવજી બાદશાહના પુત્ર પિયુષના લગ્નનો મોટો વિવાદ ચર્ચામાં આવ્યો છે. લવજી બાદશાહે પુત્રના લગ્નમાં તાપી નદીની વચ્ચો વચ્ચ મોટો મંચ ઉભો કરીને લગ્ન કર્યા હતા. જે તંત્ર પાળા પર કોઇ દબાણ કરે તો કડક પલગાં લે છે તે તંત્રએ નદીની વચ્ચો વચ્ચે લગ્નને પરવાનગી કેવી રીતે આપી હશે? તે એક મોટો સવાલ છે. સિનિયર પત્રકાર ચેતન શેઠનું કહેવું છે કે, નદીની માલિકી ગુજરાત સરકારની છે અને નદીમાં કોઇ પણ પ્રવૃતિ માટે સિંચાઇ ખાતાની પરવાનગી લેવી પડે. આ ઉપરાંત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સુરત જિલ્લા કલેકટર, સુરત પોલીસ એવા અનેક વિભાગોની પણ મંજૂરી લેવી પડે.

લવજી બાદશાહે જે રીતે તાપીમાં લગ્ન સમારંભનું આયોજન કર્યું તેને કારણે એક ખોટો મેસેજ ગયો કે, કાયદો માત્ર સામાન્ય લોકો માટે છે, મોટા લોકો માટે નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp