વકીલ શ્રેયસ દેસાઇ અને ડો. ઇરમલા દયાલ દ્વારા લખાયેલા પુસ્તકનું લોકાર્પણ

PC: Khabarchhe.com

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજ સુરત દ્વારા Contemporary Judicial Pronouncements with Reference to Consumer Law વિષય પર વકીલ શ્રેયસ દેસાઇ અને કોલેજના ઇન્ચાર્જ આચાર્યા ડો. ઇરમલા દયાલ દ્વારા લખવામાં આવેલ પુસ્તકનું લોકાર્પણ સુરત ખાતે કરાયું હતું.

અતિથિ વિશેષ તરીકે મેયર હેમાલી બોઘાવાલા હાજર રહી પુસ્તક વિમોચન માટે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ન્યાયાધીશ વિષ્ણુકુમાર પટેલ (પ્રેસીડન્ટ, ગુજરાત રાજ્ય ડીસ્પ્યુટ રીડ્રેસલ કમિશન) મુખ્ય મહેનાન તરીકે હાજર રહ્યા હતા. ન્યાયાધીશ પી.પી. મેખિયા (પ્રમુખ, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, સુરત) ન્યાયાધીશ એ.એમ.દવે (ભુતપુર્વ પ્રમુખ, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, સુરત) ન્યાયાધીશ બી.જી.દવે (પ્રમુખ, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, વલસાડ) ડો. કિશોરસિંહ ચાવડા, કુલપતિ, પ્રો. પરસી એન્જિનિયર વગેરે લોકો હાજર રહ્યા હતા. પ્રેસીડન્સીયલ એડ્રેસ રાજેશ દેસાઇ(ચેરમેન, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી), ભરત શાહ (પ્રથમ વાઇસ ચેરમેન, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી) સુરતના એડવોકેટ શ્રેયસ દેસાઇ (ચેરમેન, એડમીનીસ્ટ્રેટીવ કમિટી, વી.ટી.ચોક્સી, સાર્વજનિક લો કોલેજ, સુરત) દ્વારા લોકાર્પણ થયેલ પુસ્તકની માહિતી અને ભવિષ્યમાં પણ આજ પ્રકારના ઉપયોગી પુસ્તકો સમાજને આપવામાં આવશે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવેલ હતી. આ પ્રસંગે રીલીઝ થયેલ પુસ્તક વિશે ટૂંકમાં માહિતી વી.ટી.ચોકસી સાર્વજનિક લો કોલેજ સુરતના ઇન્ચાર્જ આચાર્યા અને પુસ્તકના ઓથર ડો. ઇરમલા દયાલ દ્વારા અપાઇ હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp