26th January selfie contest

‘તું મારી છે, મારે તારી સાથે જ લગ્ન કરવાના છે' 181ની ટીમે ભણાવ્યો યુવકને પાઠ

PC: 181

સાબરકાંઠા જિલ્લામાં અભયમ 181 દ્વારા મહિલાને હેરાન કરતા પુરુષમિત્રને પાઠ ભણાવામાં આવ્યો છે. છેલ્લા છ થી સાત વર્ષથી મહિલા અને એક પુરુષમિત્ર સાથે પ્રેમ સબંધમાં હતી. પરંતુ મહિલાના અન્ય જગ્યાએ સબંધ માટે વાત આવતા તેણીએ બોયફ્રેન્ડ સાથે સબંધ રાખવાની ના પાડી હતી અને 15 દિવસથી વાતચીત પણ બંધ કરી દિધી હતી.પરંતુ મહિલા કોઈ કામ અર્થે પુરુષમિત્રના ગામથી પસાર થતી હતી અને તેનો હાથ પકડી લઈ રસ્તાની વચ્ચે જ ‘તુ મારી છે. મારે તારી સાથે જ લગ્ન કરવાના છે એમ કહી હોબાળો કર્યો હતો.

આ પરિસ્થિતિનુ નિર્માણ થતાં મહિલાએ 181 અભયમને કોલ કર્યો હતો. કોલ મળતા મહિલા હેલ્પલાઇન 181 ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થળ ઉપર પહોંચીને અભયમ દ્વારા બન્ને પક્ષનુ કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતુ.

કાઉન્સિલિંગ દરમિયાન મહિલાએ જાણાવ્યુ હતુ કે હુ પુરુષમિત્ર સાથે કોઈ પણ સબંધ રાખવા માગતી નથી. આથી તે મને આવી રીતે હેરાન કરે છે. આ વાત જાણતા મહિલા હેલ્પલાઇન દ્વારા પુરુષમિત્રને સમજવવામાં આવ્યો હતો અને બન્ને પક્ષના લખાણ પણ લેવામાં આવ્યા હતા. તેમજ મહિલાની ઈચ્છા વગર બળજબળી પુર્વક સંબધ રાખવાની વિરુદ્ધ થતી કાર્યવાહીની માહિતી પણ આપવામાં આવી હતી. આમ 181 અભયમ દ્વારા બન્ને પક્ષે સમાધાન કરી મહિલાઓને હેરાનગતિ વિરુદ્ધના કાયદાકીય પાઠ ભણાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp