માવઠાને કારણે કેસર કેરી 15 દિવસ મોડી આવશે, હાલમાં જાણો શું ભાવ ચાલે છે

PC: twitter.com

ઉનાળાની શરૂઆત પહેલાં જ આ વર્ષે રાજ્યમાં બેથી ત્રણ માવઠા થતાં કેસર કેરીના પાક પર અસર થઈ છે. માવઠાને લીધે કેસર કેરીની આવક 15 દિવસ મોડી પડી શકે છે. સામાન્ય પણે માર્ચના અંત સુધીમાં બજા૨માં કેસર કેરીની આવક શરૂ થઈ જતી હોય છે. ફ્રૂટ માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાત ઉપરાંત દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થવાને લીધે કેસરીના પાક પર પણ અસર પડી છે. હાલમાં રત્નાગીરી હાફૂસ, કેરળની હાફૂસ, પાયરી, સુંદરી અને બદામ કેરીની આવક ધીરે ધીરે શરૂ થઈ છે.

વેપારીઓના કહેવા મુજબ એપ્રિલના પહેલા સપ્તાહથી સારી કેસરની આવક શરૂ થઈ જશે. જો કે માવઠાને કારણે પાક ઓછો ઉતરવાના પારણા હોવાથી થઈ જશે. હાલ કેરીના ભાવ ઊંચા બોલાય છે. સામાન્ય પણે સિઝનમાં વિવિધ જાતની કેરીની રોજની 40થી 45 ટ્રક આવક થતી હોય છે. હાલ રોજ માંડ 4થી 5 ટ્રક કેરી આવે છે.

રત્નાગીરી હાફૂસનો બે ડઝનનો ભાવ 1500થી 1700 છે, પરંતુ છૂટક બજારમાં રૂ.2 હજારે વેચાય છે. હજુ કેસરની આવક પૂરતા પ્રમાણમાં નહીં થઈ હોવાથી ગત વર્ષની સરખામણીએ ભાવ 25થી 30 ટકા વધુ ચાલે છે. ફ્રૂટ માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર જૂનાગઢ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી એકવાર કેસર કેરીની આવક મોટાપાયે શરૂ થશે પછી ભાવ સપાટી આપોઆપ જળવાઈ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp