5 વર્ષ જૂના કેસમાં મહેસાણા કોર્ટે સંભળાવ્યો ચુકાદો, જિગ્નેશ મેવાણી, રેશમા પટેલ..
મહેસાણાથી એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2017માં મંજૂરી વગર રેલીનું આયોજન કરવા મામલે સેશન્સ કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. માહિતી મુજબ, મહેસાણા સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો હુકમ રદ કર્યો છે અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના 3 માસની સજા સામે સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો છે.
જણાવી દઈએ કે, વર્ષ 2017માં ઉનાકાંડની વરસી નિમિત્તે મહેસાણાથી ધાનેરા સુધી 'આઝાદી કી કૂચ' રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બનાસકાંઠાના દલિત પરિવારને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં આવે તે માગ કરાઈ હતી. જોકે વહીવટી તંત્રની મંજૂરી વગર આ રેલી યોજવામાં આવી હોવાના મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 લોકોને મહેસાણા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે 3 માસની જેલ અને રૂ.1 હજારના દંડની સજા ફટકારી હતી. આ ચુકાદા સામે કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી સહિતના તમામ આરોપીઓએ સેશન્સ કોર્ટમાં સજા માફીની માગ કરતી અરજી કરી હતી.
આ અરજીની સુનાવણીમાં આજે મહેસાણા સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો હુકમ રદ કર્યો છે અને જિગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ, સુબોધ પરમાર સહિત તમામ 10 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જણાવી દઈએ કે વર્ષ 2017માં મહેસાણામાં મંજૂરી વગર રેલી યોજવા બદલ જિગ્નેશ મેવાણી, રેશમા પટેલ, કૌશિક પરમાર, સુબોધ પરમાર, જોઈતાભાઈ પરમાર, ગીરીશ (રમુજી) પરમાર, ગૌતમભાઈ, કપિલભાઈ ખોડાભાઈ, અરવિંદભાઇનો સમાવેશ કરાયો હતો. હાલ તમામને નિર્દોષ જાહેર કરાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp