ચોમાસા પહેલા ગટર લાઇન સહિતના કામો ઝડપથી પૂર્ણ કરવા કહેતા મંત્રી કુંવરજી હળપતિ

સુરત જિલ્લાના માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. તેમણે બેઠકમાં શિક્ષણ, આરોગ્ય, બાંધકામ સહિત વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરી વધુ પારદર્શક બનાવવાની સાથે વિકાસ કામોની સમીક્ષા કરી હતી.
બેઠકમાં વિવિધ વિભાગના કર્મચારીઓને વિકાસ કાર્યો ઝડપી પૂર્ણ કરવા માટે તેમણે તાકીદ કરતા જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુ પૂર્વે રોડ-રસ્તા, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ અને ગટર લાઇન, શૌચાલય, પીવાના પાણીની લાઈન, પેવર બ્લોક, હેડ પમ્પ, નદી નાળા પરના પુલ, એલઈડી સ્ટ્રીટ લાઈટ, ગ્રામ તળાવ, સી.સી.ટીવી કેમેરા સહિત વિવિધ ક્ષેત્રના ચાલી રહેલા કાર્યો ઝડપી પુર્ણ થાય તે જરૂરી છે. પ્રાથમિક સુવિધાના કાર્યોને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવા માટે સંબધિત અધિકારીઓને સુચના આપી હતી.
વધુમાં તેમણે કુંવરજી હળપતિએ અધિકારીઓને સત્વરે પ્રજાના પડતર પ્રશ્નો ઝડપથી ઉકેલી લાવી સમસ્યાઓ દૂર કરવા જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp