ગુમ થયેલી પોલીસકર્મી મણીબેન તેના પ્રેમી સદામ સાથે મળી, ટ્રાન્સફર કરી દેવાયું

PC: twitter.com

'હું મારી મરજીથી વિદેશ જઉં છું' મોટી બહેનને એવો સંદેશો મોકલીને ગાયબ થયેલી ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ મણિબેન ચૌધરીને પ્રેમી સદામ ગરાસિયા સાથે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી ડભોઇ પોલીસે પકડી પાડી છે અને પોલીસ બંનેને લઇને ડભોઇ આવવા રવાના થઇ ગઇ છે. ડભોઇ પોલીસ મથકમાં ફરજ બજાવતી મણિબેન ચૌધરી (ઉંમર 24 વર્ષ, રહે. થેરવાડા, જિલ્લો-બનાસકાંઠા) 16 જાન્યુઆરીએ 8 દિવસની રજાનો રિપોર્ટ મૂકીને સાંજે 6 વાગે પોલીસ સ્ટેશનેથી નીકળી ગઇ હતી. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતી પોતાની મોટી બહેનને મેસેજ કર્યો હતો કે, ‘હું મારી મરજીથી વિદેશ જઇ રહી છું.’ પકડાયા બાદ તેનું દેસર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. 

ત્યારબાદ તેની બહેન અને પરિવારે ડભોઇ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, પરંતુ મણિબેન ચૌધરીનો ફોન સ્વિચ ઓફ થઇ ગયો હતો. પછી પરિવારજનો ડભોઇ પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતા અને પોલીસ મથકે જાણ સારું અરજી કરી હતી. આ સંબંધમાં ડભોઇ PI એસ.જે.વાઘેલા અને PCB PI કૃણાલ પટેલ તથા અન્ય ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. મોટા હબીપુરાનો યુવક સદામ ગરાસિયા પણ ગુમ થઇ જતા બંને સાથે ગયા છે કે કેમ? એ દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. વડોદરા જિલ્લા પોલીસે વિવિધ ટીમો બનાવીને મહિલા પોલીસ કોન્સ્ટેબલની શોધખોળ શરૂ કરી દીધી હતી.

પોલીસ-તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે બંને પાસે કોઇ પણ પ્રકારનો પાસપોર્ટ નથી, પરંતુ તેમણે ગત 28મી ડિસેમ્બરના રોજ મિત્રતાનો કરાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. બંને છેલ્લા 6 મહિનાથી પરિચયમાં હતા અને એ પછી તેઓ ભાગ્યા હતા. મહિલા કોન્સ્ટેબલના પિતા ઇશ્વર ચૌધરીએ જણાવ્યું હતું કે મારી પુત્રીના 4 વર્ષ અગાઉ લગ્ન થયા હતા અને પતિ સાથે પણ મનમેળ છે અને પરિવાર સાથે હળીમળીને રહેતી હતી.

પરિવારને ખૂબ મદદ પણ કરતી હતી. મને લાગે છે કે તેના પર કોઇ જાદુ-ટોણા કરી તેનું અપહરણ કરાયું છે. લવ-જેહાદ હેઠળ આ કાવતરું કરાયું છે. DSP રોહન આનંદે જણાવ્યું હતું કે, બંને પરિચયમાં હતા, પરંતુ મુંબઇ પાસે આ લોકો હોવાની માહિતી મળી હતી. હાલમાં લવ-જેહાદ અંગે કોઇ વિગતો મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp