અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ મુદ્દે રાજનીતિ તેજ, ભાજપ-કોંગ્રેસ નેતાઓ સામ-સામે

PC: twitter.com\

અંબાજી મંદિરમાં મોહનથાળની પ્રસાદી બંધ કરાતા દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મંદિર દેવસ્થાન ટ્રસ્ટે મનસ્વી રીતે નિર્ણય લીધો છે. આટલો મોટો નિર્ણય લેતા પહેલા ચર્ચા કેમ ના કરાઈ તેમ કાંતિ ખરાડીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રસાદ બદલવાનો નિર્ણય પરત લેવામાં આવે. કરોડો શ્રદ્ધાળુઓની લાગણી મોહનથાળના પ્રસાદ સાથે જોડાયેલી છે.

ભાઈભક્તોની લાગણી દુભાય નહીં તેને ધ્યાન રાખવામાં આવે. માઈભક્તોની લાગણી દુભાય નહીં તેનું ધ્યાન રાખવામાં આવે. ધારાસભ્ય તરીકે પ્રસાદ મુદ્દે મને અનેક લોકોની રજૂઆત મળી છે. તેમ તેમણે કહ્યું હતું.

યજ્ઞેશ દવેએ પણ ટ્વિટ કરીને મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાની માંગણી કરી છે. બ્રાહ્મણ હોવાના કારણે યજ્ઞેશ દવેએ પણ પોતાના ટ્વિટમાં ચિક્કીનો પ્રસાદ ન રાખવા માટે કહ્યું છે. આમ ભાજપના નેતાઓ દ્વારા પણ સમર્થન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાની માંગ તેજ કરાઈ છે.

કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે, અંબાજી મંદિર કોંગ્રેસનો આક્ષેપ નવા નિર્ણયથી આદિવાસી બહેનોની રોજી રોટી છિનવાઈ છે. મોહનથાળનો પ્રસાદ બંધ થવાથી શ્રદ્ધાળુઓમાં નારાજગી છે તો બીજી તરફ મોહનથાળ બનાવતી મહિલાઓ સામે રોજગારનું સંકટ ઉભું થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp