આજે તો તું....લાગે છે એવું કહીને 4 શખ્સોએ યુવતીની જાહેરમાં છેડતી કરી, પછી...

On

મહાનગર અમદાવાદમાં મહિલાઓ પર થતા અત્યાચારની ઘટનાઓ દિવસે દિવસે વધતી જાય છે. હજુ થોડા દિવસ પહેલા ખોખરા વિસ્તારમાંથી પાણીની ટાંકીમાંથી એક મહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. હવે શહેરના સાબરમતી વિસ્તારમાં ચાર યુવકોએ જાહેરમાં એક યુવતીની છેડતી કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતી એક યુવતી તા. 8 જુલાઈના રોજ એક્ટિવા પર પોતાના ઘરે જઈ રહી હતી. એ દરમિયાન ઠાકોરવાસમાં રહેતા હરીશ ઠાકોર, દિનેશ ઠાકોર તથા ચકો ઠાકોર યુવતીના ઘર નજીક ઊભા હતા. યુવતીને જોઈને ખરાબ કોમેન્ટ કરવા લાગ્યા હતા. દિનેશે કહ્યું કે, આજે તો તું માલ લાગે છે. એવું કહીને મજાક કરી હતી. યુવતી એકલી હતી એટલે તેણે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપવાના બદલે ચુપચાપ ઘરે જતી રહી.

આ અંગેની જાણ તેણે ઘરે જઈને પોતાના પરિવારને કરી હતી. યુવતીનો ભાઈ અને પરિવારજનો આ ચારેય શખ્સોને સમજાવવા માટે ગયા હતા. જ્યાં આરોપીઓ એકાએક ઉશ્કેરાઈ જઈ યુવતીના ભાઈને માર મારવા લાગ્યા હતા. બુમબરાડા પાડતા યુવતી પણ ત્યાં પહોંચી હતી. એ સમયે પણ હરીશે યુવતીને એવી ધમકી આપી કે, હવે પછી જો ઘરમી બાહર નીકળી તો જાનથી માર નાંખીશ. એ પછી યુવતી તથા પરિવારજનો ઘરે જતા રહ્યા હતા.

એ પછી બપોરના સમયે જ્યારે યુવતી એની માતા-બહેન સાથે ઘરી હતી ત્યારે આ શખ્સોએ એમના ઘર પર પથ્થર ફેંક્યા હતા. આ અંગેની જાણ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે આ ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ઉપરાંત આ કેસમાં વધુ તપાસ પણ શરૂ કરી દીધી છે. અમદાવાદમાંથી ઘરકંકાસ અને યુવતીઓની છેડતીની ફરિયાદમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ખોખરા વિસ્તારમાં પાણીની ટાંકીમાંથી મળેલા મહિલાના મૃતદેહ કેસમાં પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે આ કેસના આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી પોલીસને ગોળ ગોળ વાતો કરતો હતો. ખોટું બોલ્યો હતો. પણ પોલીસે આકરી ઢબે પૂછપરછ કરતા આરોપીએ ઘણા બધા પાસાઓની ચોખવટ કરી હતી. 

Related Posts

Top News

બધું જ મોદી અને શાહ કરશે તો ગુજરાત ભાજપના ચૂંટાયેલા અને બની બેઠેલા નેતાઓ શું કરશે?

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દાયકાઓથી રાજકીય પ્રભુત્વ ધરાવે છે. આ સફળતાનો શ્રેય મોટાભાગે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ અને...
Politics  Gujarat 
બધું જ મોદી અને શાહ કરશે તો ગુજરાત ભાજપના ચૂંટાયેલા અને બની બેઠેલા નેતાઓ શું કરશે?

મોદીના ગઢ ગુજરાતમાં રાહુલ ગાંધીનો મેગા પ્લાન, શું ભાજપના પાયાને હચમચાવી શકશે?

નરેન્દ્ર મોદીનો ગઢ ગણાતા ગુજરાતમાં એક નવી રાજકીય ખીચડી તૈયાર છે. કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી...
Politics  Gujarat 
મોદીના ગઢ ગુજરાતમાં રાહુલ ગાંધીનો મેગા પ્લાન, શું ભાજપના પાયાને હચમચાવી શકશે?

તમિલનાડુના CM MK સ્ટાલિને લોકોને 'જલ્દી બાળકો પેદા કરો...'ની અપીલ કેમ કરી

તમિલનાડુના CM MK સ્ટાલિને લોકોને તરત જ બાળકો પેદા કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે, કુટુંબ નિયોજનનો...
National 
તમિલનાડુના CM MK સ્ટાલિને લોકોને 'જલ્દી બાળકો પેદા કરો...'ની અપીલ કેમ કરી

નારાયણ કોચિંગ સેન્ટરની ફરી એકવાર (સત્ર - 1) JEE મેઇન 2025માં સફળતા

શિક્ષણ ક્ષેત્રના 46 વર્ષથી વધુના અનુભવ સાથે, સુરતમાં સ્થિત દેશની અગ્રણી એન્જિનિયરિંગ અને મેડિકલ કોચિંગ સંસ્થા નારાયણ કોચિંગ સેન્ટરે ફરી...
Education  Gujarat  South Gujarat 
નારાયણ કોચિંગ સેન્ટરની ફરી એકવાર (સત્ર - 1) JEE મેઇન 2025માં સફળતા

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati