સિક્કિમમાં શહીદ થયેલાં 16 જવાનોના પરિવારોને મોરારી બાપૂ 25-25 હજાર આપશે

PC: Khabarchhe.com

થોડાં દિવસ પહેલાં ઉત્તરી સિક્કિમમાં જેમામાં સેનાના એક ટ્રક તીવ્ર વળાંક ઉપર આગળ વધતી વખતે ખાઇમાં પડીને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ ઘટનામાં ભારતીય સેનાના 16 જવાનો શહીદ થયાં હતાં. ભારતના વીર સપૂતોને વિનમ્ર શ્રદ્ધાંજલી પાઠવા મોરારી બાપૂએ આજે તેમની વ્યાસપીઠ ઉપરથી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ 16 જવાનોના પરિવારોને રૂ. 25-25 હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.

બાપૂએ જણાવ્યું હતું કે, માં ભારતનીની સેવા કરતાં આપણા વીર જવાનોના જીવન ખૂબજ અમૂલ્ય છે અને તેને નાણાકીય સહાયથી ભરપાઇ કરવું અશક્ય છે. તેમ છતાં તેમના પરિવારજનો પ્રત્યે લાગણી વ્યક્ત કરતાં આર્થિક સહાય જાહેર કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp