નાઇજીરીયા ખાતે થયેલી બોટ દુર્ઘટનામાં મોરારીબાપુની આટલા રૂપિયાની સહાય

નાઇજીરીયા ખાતે એક અત્યંત દુઃખદ બોટ દુર્ઘટના ઘટવા પામી હતી. ઉત્તર મધ્ય નાઈજીરિયાના કવારા રાજ્યમાં કોઈ લગ્ન પ્રસંગમાંથી પરત જઈ રહેલા 300 લોકોને લઈ જતી એક નાવ નદીમાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં 100થી વધુ લોકોનાં મોત થયાં છે. તપાસકર્તાઓના કહેવા મુજબ એવું માનવામાં આવે છે કે આ આંકડો વધી પણ શકે છે.
મોરારી બાપુએ આ તમામ મૃતકોના પરિવારજનોને માટે રૂપિયા 11 લાખથી વધારે રકમની સહાય અર્પણ કરી છે. કેન્યા સ્થિત રામકથાના શ્રોતા નિલેશ જસાણી અને તેની પુત્રી શબરી દ્વારા આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. મોરારી બાપુએ પ્રત્યેક મૃતકને ભારતીય ચલણ મૂજબ રૂપિયા 11 હજાર અર્પણ કર્યા છે. એમણે અર્પણ કરેલી આ રાશિ સ્થાનિક નાઇજીર ચલણ મૂજબ લગભગ 63 હજાર નાઇરા જેટલી થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp