મોરબી દુર્ઘટનાઃ ઓરેવા કંપનીના MD જયસુખ પટેલે કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી
ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. બ્રિજના મેન્ટેનન્સ ગ્રુપનું કામ ઓરેવા ગ્રુપ સંભાળતું હતું. જો કે, FIRમાં જયસુખ પટેલનું નામ નથી. આ મામલે ટૂંક સમયમાં જ ચાર્જશીટ રજૂ થઈ શકે છે. મોરબીની ઘટનામાં 30 ઓક્ટોબરની સાંજે મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ ધરાશાયી થયો હતો. જેમાં 135થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા હતા.
આ પુલ તાજેતરમાં નવીનીકરણ બાદ કાર્યરત કરવામાં આવ્યો હતો. જેનું સમારકામ ઓરેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારથી ઓરેવા ગ્રુપના માલિક પર અનેક સવાલો થઈ રહ્યા છે. કેમ કે, તેનું નામ FIRમાં ના હોવાથી લોકોમાં પણ ચર્ચા છે. કેમ કે, ટિકિટ કાપવાથી લઈને અન્ય નાના માણસોને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે બ્રિજનું મેન્ટેનન્સ કરી ઉદઘાટન કરનાર માલિક પોલીસ પહોંચથી દૂર છે. જો કે, FIRમાં નામ જ નથી.
જોકે, પોલીસે ગણતરીના દિવસોમાં સંપૂર્ણ કોર્ટ કાર્યવાહી સાથે ચાર્જશીટ ફાઇલ કરવાની રહેશે. આથી આ કેસમાં ધરપકડ ટાળવા માટે જયસુખ પટેલે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.આગામી દિવસોમાં આ અંગે સુનાવણી હાથ ધરાશે. વિશેષ તપાસ ટીમને તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જો કે, મોરબી દૂર્ઘટના અંગે કાર્યવાહી કરતા ગુજરાત સરકારે હવે નગરપાલિકાને કારણદર્શક નોટીસ પાઠવી છે.
મોરબી ઝુલતા પુલના સમારકામની મંજુરી આપવા અને તેને જાહેર જનતા માટે ખુલ્લો મુકવાની મંજૂરી આપવામાં નગરપાલિકા દ્વારા ફરજમાં બેદરકારી દાખવવામાં આવી હોવાની ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે કરેલી રજૂઆત શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp