7 કરોડના ચક્કરમાં 6 મહિના પહેલા જ પરણીને આવેલી પુત્રવધુની સાસુએ હત્યા કરી

PC: divyabhaskar.co.in

ગુજરાતના અમદાવાદમાંથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. 4 દિવસ પહેલા પોલીસ જેને અકસ્માત મોત માનતી હતી તે કેસમાં તપાસ કરી તો ખબર પડી કે સાસુએ જ પુત્રવધુની હત્યા કરીને પાણીની ટાંકીમાં ફેંકી દીધી હતી અને કોઇને શક ન જાય તેના માટે પાણીની મોટરનો કરંટ આપી દીધો હતો. દીકરાન દહેજમાં 7 કરોડ રૂપિયાની જમીન દહેજમાં મળે તેના માટે સાસુએ આખો કારસો રચ્યો હતો. પરંતુ તેની પોલ ખુલી ગઇ હતી. હજુ તો પુત્રવધુ 6 મહિના પહેલાં જ પરણીને આવી હતી.

વાત એમ હતી કે 28 ઓકટોબરે અમદાવાદ જિલ્લાના કુહા ગામમાં રહેતા કિશનની 22 વર્ષની પત્ની મિત્તલની પાણીની ટાંકીમાંથી લાશ મળી હતી. પોલીસ જ્યારે ઘટના સ્થળે ગઇ ત્યારે પ્રાથમિક તપાસમાં એવું જ લાગ્યું કે અકસ્માતે પાણીની ટાંકીમાં પડી ગયા હશે અને વીજળીનો કરંટ લાગવાને કારણે મોત થયું હશે.

જે મહિલાનું મોત થયું હતું તે મિત્તલ અને કિશનના લગ્ન 6 મહિના પહેલાં જ થયા હતા. એટલે પોલીસે આ કેસની ગંભીરતા પારખીને કેસની તપાસ Dy.Sp. નિલમ ગોસ્વામીને સોંપી હતી.

જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે મિત્તલના શરીર પર અનેક જગ્યા પર ઇજા હતી એટલે પોલીસને શંકા ગઇ અને કિશનની માતા અને મિત્તલની સાસુની પોલીસે પુછપરછ કરી અને સાસુ તરત ભાંગી પડી હતી અને પોલીસ પાસે કબુલાત કરી હતી કે હા, તેણે જ પુત્રવધુની હત્યા કરી હતી.

હત્યારી સાસુ

સાસુએ મિત્તલની હત્યા કરી તેના માટેનું જે કારણ આપ્યું તે ચોંકાવનારું હતું. સાસુએ પોલીસને કહ્યું કે, કિશનના પહેલા ભાવના નામની યુવતી સાથે લગ્ન થયા હતા અને તે વખતે 7 કરોડ રૂપિયાની જમીન અને સોનું દહેજમાં મળ્યા હતા. ભાવનાની બહેનનું કિશનના ભાઇ સાથે પણ લગ્ન કરવાનું હતું. પરંતુ કિશન અને ભાવનાન છુટાછેડા થઇ ગયા અને દહેજમાં મળેલી 7 કરોડની જમીન અને સોનું પાછું આપી દેવાની નોબત ઉભી થઇ.

સાસુને આ વાત ખટકતી હતી. ભાવનાને છુટાછેડા આપ્યા પછી કિશને મિત્તલ સાથે 6 મહિના પહેલાંજ લગ્ન કર્યા હતા, પરંતુ સાસુને મિત્તલ ગમતી નહોતી. એણે એક દિવસ એવો કારચો રચ્યો કે મિત્તલને કિશનની જિંદગીમાંથી હટાવી દેવામાં આવે અને ફરી ભાવનાની કિશનનની જિંદગીમાં એન્ટ્રી કરાવી દે તો 7 કરોડ રૂપિયા પાછા મળી શકે.

મિત્તલ જ્યારે પાણીની ટાંકી પાસે ઉભી હતી ત્યારે સાસુએ તેણીના માથામાં ઇંટ મારી હતી જેને કારણે મિત્તલ પાણીની ટાંકીમાં પડી ગઇ હતી. આટલેથી સાસુ અટકી નહોતી. મિત્તલને ઇંટના ઘા મારવાનું ચાલી રાખ્યું હતું. એ પછી હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે પાણીની મોટર ચાલું કરી દીધી અને એવી સ્ટોરી ઉભી કરવાનો પ્રયાસ કર્યો કે કરંટ લાગવાને કારણે મિત્તલનું મોત થયું હશે.

પરંતુ પોલીસે સાસુનો પ્લાન ઉંધો પાડી દીધો હતો અને 7 કરોડતો મળ્યા નહીં પણ સાસુ હવે જેલની હવા ખાવા મોકલી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp