મોનિકાએ પિતાને ફોન કર્યો ‘સાસૂ-નણંદ હેરાન કરે છે મારી નાખવા માગે છે’ અને થયુ મોત

PC: khabarchhe.com

સુરતના મોટા વરાછા વિસ્તારમાં પરિણીત મહિલાનું રહસ્યમય રીતે મોત થયું છે. પરિણીત મહિલાને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતું. આ મામલે પરિણીતાના પિતાએ પોલીસ મથકમાં સાસરિયા પક્ષના 7 લોકો સામે દુષપ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે.

પિતાએ 2017મા દીકરી મોનીકાના લગ્ન કરી તેને વિદાય કરી હતી. 4 વર્ષ લગ્ન જીવન સુખ શાંતિથી ચાલ્યું. દીકરી પણ ખુશ હતી. જમાઈ ટેનિસ વેકરિયા ઇઝરાયલમાં હીરાનો વ્યવસાય કરે છે. જે લગ્ન બાદ પણ ઇઝરાયલ વ્યવસાય અર્થે ગયો હતો. બંનેને સંતાનમાં એક બાળકી પણ છે. જોકે થોડા સમય પહેલા જ મોનિકાના સુખી સંસારને કોઈની નજર પડી ગઈ હોય તેમ મોનીકા થોડા સમયથી ડિપ્રેશનમાં રહેતી હતી. પરિણીતા એ તેના પિતાને ફોન કરી સાસુ,સસરા અને નણંદ ખૂબ હેરાન પરેશાન કરે છે અને જમવાની વસ્તુમા કંઈક નાખી મારી નાખવા માંગે છે તેવું પણ જણાવ્યું હતું.

જોકે પિતાએ સજાવતા મામલો શાંત પડ્યો હતો. અચાનક જ બે દિવસ પહેલા તેમના પિતાના ફોનમાં મોનીકાની સાસુનો ફોન આવ્યો હતો કે, જલ્દીથી જલ્દી ઘરે જાવ ત્યારે ઘરે જઈને જોતા પિતા અને કાકા સ્તબ્ધ થઈ ગયા હતા.

પિતા અને કાકા જેવા  તેમની દીકરીના ઘરે પહોંચ્યા તે સમયે મોનીકાને તેની સાસુ કઈક પીવડાવતી હતી તેવું તેમના કાકાએ સ્પષ્ટ જોયું હોવાનું જણાવ્યું હતું. મોનિકના કાકા અને પિતા ઘરમાં દાખલ થયા તેવા તેમની દીકરી કાકાને ભેટી પડી અને રડવા લાગી હતી અને કહેવા લાગી મારી સાસુએ મને કશુંક પીવડાવી દીધું છે હું જીવવા માંગુ છું. ત્યારબાદ મોનિકાની તબિયત વધારે ખરાબ થઈ જતા તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં ડોક્ટરે મોનીકાએ ઝેર પીધું હોવાનું જણાવ્યું હતું.

આ વાત સાંભળતા જ પરિવાર જનોના પગ તળે થી જમીન ખસકી ગઈ હતી. ચાલુ સારવારમાં મોનીકાની તબિયત વધુ ખરાબ થતા બીજી હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતું.

મહત્વનું છે કે મોનીકા છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશન માં રહેતી હતી..તે તેમની કાકી તેમજ મમ્મી ને પણ ફોન કરી જણાવતી હતી કે તે ખૂબ દુઃખી છે અને આ લોકો તેમને મારી નાખવાની ફિરાકમાં છે. પતિ પત્ની વચ્ચે પણ અણ બનાવ હતો. જેમાં પતિને અન્ય યુવતી સાથે અફેર હોવાનું પણ જણાવ્યું હતું.જેથી મોનીકાને વારંવાર તેનો પતિ છૂટાછેડા માટે દબાણ કરતો હતો. મોનીકાની નણંદ નેહા સવાણી મામલતદાર છે. જેથી તમામ સભ્યો તેના નામની ધમકી આપતા હતા અને કહેતા હતા કે તારા પપ્પા કશું નહીં કરી શકે અમારી માથે.  જેથી મોનિકા ભાંગી પડી હતી.

જે દિવસે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ ત્યારે જ મોનિકાએ તેમના સાસુ ,સસરા,નણંદ, પતિ સહિતની તમામ વાતો પિતા અને કાકાને જણાવી જેથી પિતાએ ઉતરાણ પોલીસ મથકમાં સાસુ પ્રવીણ બેન ,સસરા મનસુખ ભાઈ ,નણંદ પારુલ પાદરિયા અને નેહા સવાણી તેમજ નણદોઈ જસ્મિન પાદરિયા અને નિશાંત સવાણી અને પતિ ટેનિસ વેકરિયા આમ 7 સામે આપઘાત કરવા દુષપ્રેરણા ની ફરિયાદ નોંધાવી હતી.

ઉતરાણ પોલીસ દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી સાસુ પ્રવીણાબેન તેમજ સસરા મનસુખભાઈ અને  નણદોઈ જસ્મીન પાદરિયાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. આ કેસમા પતિ ટેનિસ ઇઝરાયલ છે અને તેને ત્યાંથી લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ તેમના નણંદ નેહા મામલતદાર છે, સાથે નેહાના પતિ સરકારી ડોકટર છે. આમ આ બધા અને ઝડપી પાડવા પોલીસે નેહાના ઘરે પણ તપાસ કરી છે સાથે તે જે જગ્યા એ મામલતદાર છે ત્યાં પણ પોલીસ મથકે હાજર થવાના ફરમાન સાથે નોટિસ પણ પાઠવી છે. હાલ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને ચાર લોકોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp