નવચેતન અદાણી વિદ્યાલય જૂનાગામનો વાર્ષિકોત્સવ રસોત્સવ બન્યો
સુરતની નવચેતન અદાણી વિદ્યાલય, જૂનાગામનો વાર્ષિકોત્સવ "Zero waste, Zero Hunger" થીમ આધારિત રસોત્સવના નામે યોજાયો હતો. બાળભવનથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સહકારી અગ્રણી અને ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઇ, અદાણી હજીરા પોર્ટ લિમિટેડના જનરલ મેનેજર(એચ.આર) સ્નેહાશિષ ભટ્ટાચાર્ય, અતિથિ વિશેષ તરીકે હજીરા અદાણી પોર્ટ લિમિટેડના જનરલ મેનેજર કોર્પોરેટ અફેર્સ ભાવેશભાઈ ડોંડા તેમજ અદાણી વિલમારનાં સંજય શર્મા સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.
ખોરાકનો બગાડ અટકાવી ભૂખમરાથી મુક્તિ મેળવવી એ કેન્દ્ર વિચાર ઉપર વિદ્યાર્થીઓએ પોતાની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં અભિનય ગીત, પ્રહર્સન, નાટક, પ્રેઝન્ટેશન દ્વારા વિષયની સમજ આપી હતી. લોકનૃત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિની નજીક બાળકો આવે એનું પણ ધ્યાન રાખવામા આવ્યું હતું. નૃત્ય, નાટક કે વક્તવ્ય દરેક રજૂઆતમાં આહાર, પોષણ અને અન્નનો બગાડ ન કરવાની વાત કેન્દ્રસ્થાને હતી. લગ્ન જેવા જાહેર પ્રસંગોએ અન્નનો બગાડ કઈ રીતે અટકાવી શકાય, હાલમાં ખોરાકની વિવિધતાની માયાજાળમાં તેનો બગાડ ના થાય તેની કાળજી અંતર્ગત હોટલનું નાટક રજૂ થયું હતું. ભૂખમરાની પરિસ્થિતિ આધારિત માઇમ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. પ્રાચીન અને અર્વાચીન પરંપરાઓને આધુનિકતાની સાથે જોડીને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કર્યું હતું તો બાળકોને મનોરંજન સાથે માહિતી પણ મળે એની કાળજી શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રાખી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp